મધ્યાહન ભોજનમાં પ્લાસ્ટિકનાં નહીં પણ ફોર્ટિફાઈડ પ્રિમિક્સ ચોખા અપાય છે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

સામાન્ય ચોખાની સરખામણીએ વધુ પોષકતત્વો યુક્ત ફોર્ટિફાઈડ પ્રિમિક્સ ચોખા બાળકોના સર્વાંગી વિકાસ માટે વધુ લાભદાયી

ગુજરાતના તમામ જિલ્લાઓમાં મધ્યાહન ભોજન યોજના (એમડીએમ) અંતર્ગત ફોર્ટિફાઈડ ચોખાનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. ફોર્ટિફાઈડ ચોખામાં ફોલિક એસિડ, વિટામીન બી-12, અને ફોલિક એસિડ (બી-9) જેવા પોષક તત્વો હોવાથી બાળકોનાં ભોજનમાં તેનો ઉપયોગ કરવાનો સરકારે નિર્ણય લીધો છે, જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ ધોરણ 1 થી 8 સુધીની પ્રાથમિક શાળામાં સમાવિષ્ટ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો પર મધ્યાહન ભોજનનો લાભ લેતા બાળકો, વાલીઓને સિક્યુરીટી એલાઉન્સના ભાગરૂપે ફોર્ટિફાઈડ રાઈસનું વિતરણ કરવામાં આવે છે. ફોર્ટિફાઈડ રાઈસમાં વિટામીન બી-12 અને ફોલિક એસિડ (બી-9) ઉમેરવામાં આવતું હોવાથી શાળામાં ભણતા બાળકોનાં સર્વાંગી વિકાસ થાય છે, કુપોષણ નિવારી શકાય છે તથા આ ચોખાનો આહારમાં ઉપયોગ કરવાથી બાળકોની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. ફોર્ટિફાઈડ રાઈસ ભારતના ફૂડ સેફ્ટિ સ્ટાન્ડર્ડસ ઓથોરિટીના ધોરણો અનુસાર આવશ્યક વિટામીન્સ અને ખનીજોથી સજ્જ છે. ફોર્ટિફાઈડ રાઈસ બાળકોના સર્વાંગી વિકાસમાં બહુ ઉપયોગી થતા હોવાથી મધ્યાહન ભોજન યોજનામાં ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ લાભ લેતા બાળકો-વાલીઓને તેનો ઉપયોગ કરવા નાયબ કલેક્ટર મધ્યાહન ભોજન યોજના સુશ્રી અમિતા પારગીએ એક અખબારીયાદીના માધ્યમથી અનુરોધ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here