મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન , શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૪૨ મી પ્રાગટ્ય જયંતીની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

દેશ વિદેશના શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી …

કાજુકતરી, પેંડા, કાજુરોલ, કિટકેટ બરફી વગેરે ૪૨ પ્રકારની વિવિધ મિઠાઈઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૪૨ મી પ્રાગટ્ય જયંતીની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. “સ્વામિનારાયણ” મહામંત્રની અખંડ ધૂન, તથા પ્રાગટ્ય જયંતી પર્વે ઓચ્છવ, આરતી વગેરે કાર્યક્રમો શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના સાનિધ્યમાં કરવામાં આવ્યા હતા.

વળી, આ પાવનકારી અવસરે શ્રી ઘનશ્યામ મહાપ્રભુને કાજુકતરી, પેંડા, કાજુરોલ, કિટકેટ બરફી વગેરે ૪૨ પ્રકારની વિવિધ મિઠાઈઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
આ પાવનકારી અવસરનો લાભ દેશ – વિદેશના હરિભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here