બોડેલી તાલુકા ઝવેરપૂરા ગામના રહીશોને પીવાનુ પાણી ન મળતા એક કિલોમીટર ચાલીને જોજવા ડેમની વેરીમાંથી બેડા થકી પાણી ભરવા મજબૂર

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ગાયકવાડી સ્ટેટ વખતનો જૂનો જોજાવા ડેમ ઝવેરપૂરા ગામના નજીકમાં હોવા છતાં વિસ્તારના લોકો તંત્રની બેદરકારીને લઈને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે
સુર્યા જૂથ ગ્રામ પંચાયતમાં આવેલા ઝવેર પૂરા અને નવી નગરી માં આશરે ૩૦ થી ૪૦ થી વધુ મકાનો માં ખેત મજૂરી કરતા પરિવારો રહે છે. ત્યાં નર્મદા કેનાલનુ પાણી ટાંકી અને સંપ મારફતે વપરાશ માટે સવારે માત્ર અડધો કલાક ઘરો માં આવે છે. પણ તે પીવા લાયક ન હોવાથી જૉજવા ડેમ સુધી ૧ કિ. મી. ચાલી ને મહિલાઓ રોજ સવાર અને સાંજ ત્યાં પીવાનું પાણી લેવા જાય છે.
બોડેલી તાલુકાના ઝવેરપુરા ગામના ૩૦ થી ૪૦ જેટલા ઘરોને પીવાના પાણીની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે ભરઉનાળે માથે બેડા ઊપાડીને એક કિલોમીટર પગ પાળા ચાલીને પીવાનું પાણી લાવવા જવા મજબુર ઝવેરપુરા ગામની મહિલા ઓ
જોજવા થી એક કિલોમીટર દૂર આવેલા ઝવેરપુરા ગામમાં ૩૦ થી ૪૦ જેટલા જેટલા ઘરોને પીવાના પાણીની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે ઉનાળાની શરૂઆત માં જ બોડેલી તાલુકામાં અનેક ગામોમાં પીવાના પાણીની બૂમો પડી રહી છે. અનેક વિસ્તારો પીવાના પાણીની સમસ્યાથી પરેશાન છે ત્યારે બોડેલી તાલુકાના ઝવેરપુરા ગામ માં પણ કંઈક આવાજ હાલ છે. બોડેલી તાલુકાના સૌથી મોટા ડેમ જોજવા ડેમ થી એક કિલોમીટર નજીક વસેલું ઝવેરપુરા ગામ માં પીવાના પાણી એવી સમસ્યા છે કે ન પૂછો વાત. ગામના લોકો જણાઈ રહ્યા છે કે પીવા લાયક પાણી ન હોય એવું પાણી સવારે અડધો કલાક નળમાં આવતું હોય છે પીવાનું પાણી લેવા એક કિમિ દૂર ચાલીને જોજવા ડેમ સુધી જવું પડે છે.આ અંતરિયાળ વિસ્તારમાં પાણી ભરવા માટે મહિલાઓ સાથે નાના બાળકોને પણ પાણી લેવા મજબૂર થઈ જવું પડે છે.
એક મહત્વની વાત એ છે કે બોડેલી તાલુકા નો સૌથી મોટો ડેમ જોજવા ડેમ થી એક કિલોમીટર દૂર જ આ ગામ છે અને રોજનું હજારો લિટર પાણી જોજવા ડેમમાંથી વેડફાય છે ત્યારે તંત્રનું પેટ નું પાણી હાલતું નથી. ઝવેરપુરા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. ત્યારે અહીંના લોકોની એક”જ માંગ છે કે આ વિસ્તારોમાં પાઈપ થકી પીવાનું પાણી ડેમમાંથી લાવવામાં આવે પીવાના પાણીની લાઈનો લાવવામાં આવે, તે માટે કોઈ યોજના ઘડવામાં આવે અથવા તો આ ગામમાં બોર કરવામાં આવે અને બોરિંગ કરવામાં આવે તો જ આ વિસ્તારની પાણી સમસ્યા પર રોક લાગી શકે એમ આ વિસ્તારના ગ્રામજનો જણાઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here