મજૂર અદાલત ગોધરા માં યોજાયેલ લોક અદાલત માં ૭૯ કેશોમાં થયેલ સમાધાન માં સિવિલ કેશોમાં રૂ. ૬૬ લાખ નુ ચુકવણું તથા ક્રિમિનલ કેસમાં રૂપિયા ૯૦ હજાર જેટલો દંડ વસૂલ કરતા લોક અદાલત ને મળેલ સફળતા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પંચમહાલ જિલ્લા લેબરોજ પ્રેક્ટિસ નર્સ એસોસિએશન ના પ્રમુખ એ.એસ ભોઈ અખબાર યાદીમાં જણાવે છે કે
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ન્યુ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ના સૂચન અનુસાર તારીખ ૧૩/૫/૨૩ ના રોજ યોજાયેલ લોક અદાલતમાં ન્યાયાધીશ હિતેશકુમાર એ મકા ની સીધી દેખરેખ હેઠળ ૭૯ કેસો મૂકવામાં જેમાં ૬૧ જેટલા સિવિલ કેશો તથા ૧૮ જેટલા ક્રિમિનલ કેસો નો સમાવેશ કરવામાં આવેલ જે પૈકી સિવિલ કેસમાં રૂપિયા ૬૬,૧૪,૩૦૩/ નુ ચુકવણું તથા ક્રિમિનલ કેસમાં રૂપિયા ૯૦ ,૦૦૦ / નો દંડ વસૂલ કરાયો છે તદઉપરાંત ત્રણ જેટલા કામદારોને નોકરીમાં પુનઃસ્થાપિત કરવામાં આવેલા છે આ લોક અદાલતને સફળ બનાવવા માટે એસોસિએશનના તમામ સભ્યો તેમજ વકીલ મિત્રો તથા સ્ટાફ મિત્રો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી લોક અદાલત સફળ બનાવી છે એ બદલ બારના ઉપ પ્રમુખ શીતેષ એ ભોઈ તમામ મિત્રોનો ખુબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here