મક્કાહ: આ વખતે હજનો ખુતબો(ઉપદેશ) 5 ભાષામાં પ્રસારિત કરવામાં આવશે.

ફરીદ શેખ

રવિવારે બે પ્રવિત્ર મસ્જિદો(મક્કા અને મદીનાની)ના સામાન્ય વહીવટના મંત્રાલયની જાહેરાત મુજબ આ વખતે અરાફાતના દિવસે હજનો ખુતબો(ઉપદેશ) અંગ્રેજી, ફ્રેન્ચ, ઉર્દુ, ઇન્ડોનેશિયન અને પર્શિયન એમ પાંચ ભાષમાં પ્રસારિત કરવામાં આવશે.

સાઉદી પ્રેસ એજન્સી(SPA) રિપોર્ટ મુજબ હજનો ખુતબો(ઉપદેશ) સ્માર્ટફોન એપ્લિકેશન અને મંત્રાલયની વેબસાઈટમાં પણ ઉપ્લબ્ધ રહેશે.

દર વર્ષે ઇસ્લામિક તારીખ મુજબ 9 ઝૂલ હજજના દિવસે હાજીઓ અરાફાતના મેદાનમાં હાજર રહે છે અને હજનો ખુતબો(ઉપદેશ) સાંભળે છે અને ત્યાં સૂર્યાસ્ત સુધી હાજીઓ પ્રાર્થના અને દુઆમાં પોતાની જાતને મશગુલ રાખે છે, પછી મૂજદલીફા માટે રવાના થાય છે અને ત્યાં રાત ગુજારે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here