મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે હાલોલ તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં માસ્ક, સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું

હાલોલ,

પ્રવાસી પ્રતિનિધિ

સમગ્ર દેશની માફક પંચમહાલ જિલ્લામાં પણ નાગરિકોને વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણનો ભોગ બનતા અટકાવવા સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુચારુ આયોજન કરી વિવિધ પગલાઓ લેવામાં આવી રહયા છે. આવા પ્રયત્નોની શ્રેણીમાં આજે કૃષિમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે હાલોલ તાલુકાના 79 અને જાંબુઘોડા તાલુકાના 22 ગામો માટે માસ્ક, સેનેટાઇઝર તેમજ જંતુનાશક પાઉડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ વિતરણ કરતા જણાવ્યું હતું કે જિલ્લાના ગામોમાં કોરોનાનો પગપેસારો રોકવા માટે સોશિયલ ડિસ્ટનસિંગ સહિતના અટકાયતી પગલાં લેવા ઉપરાંત ગ્રામજનોએ આ સંદર્ભે સક્રિય અને સજાગ થઈ તંત્ર દ્વારા અપાતા નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. તેમણે કોરોનાના લક્ષણ જણાય તો જરા પણ બીક રાખ્યા વગર કોરોના હેલ્પલાઇન 104 પર અને જિલ્લા આરોગ્યવિભાગને જાણ કરવા ઉપસ્થિતસૌ ને અનુરોધ કર્યો હતો. લોક ડાઉન દરમિયાન જો અનિવાર્યપણે બહાર નિકળવાનું થાય તો પણ અન્યોથી સલામત દૂરી બનાવી રાખીશું તો કોરોના સંક્રમણ ફેલાશે નહિ અને તેની ચેઇન તોડી શકશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ પ્રસંગે ગામ દીઠ 100 માસ્ક, 10 કિલો જંતુનાશક પાઉડર અને સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here