ભીલડી આદર્શ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનરો સર્ટિફિકેટ વિતરણ

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :

ભીલડી આદર્શ હાઇસ્કુલ ખાતે યોગ સર્ટિફિકેટ વિતરણ

ગિરીશભાઈ ચૌધરીનું યોગ ટ્રેનરો દ્વારા ભીલડી આદર્શ હાઇસ્કુલ ખાતે સદારામ બાપાનો ફોટો અને સાલ આપી સન્માન કરવામાં આવ્યું

ભીલડી આજુબાજુ વિસ્તારમાં યોગ ટ્રેનરોને યોગ કોચ સંગીતાબેન અને ગીરીશભાઈ દ્વારા તાલીમ આપવામાં આવી

કરો યોગ રહો નિરોગી મંત્ર સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ સેવક શિશપાલસિંહ દ્વારા ઘર ઘર સુધી યોગ પહોંચાડવાનો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેના અનુસંધાનમાં ભીલડી આદર્શ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ સંગીતાબેન અને ગીરીશભાઈ દ્વારા 30 દિવસે યોગ ટ્રેનિંગ તાલીમ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભીલડી આજુબાજુ વિસ્તારમાં યોગ ટ્રેનરો યોગ કોચ સંગીતાબેન અને ગીરીશભાઈ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ ગિરીશ ભાઈ ચૌધરીનું યોગ ટ્રેનરો દ્વારા ભીલડી આદર્શ હાઇસ્કુલ ખાતે સદારામ બાપા નો ફોટો અને સાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તમામ ટ્રેનરો ને યોગ કોચ ગીરીશભાઈ દ્વારા યોગ સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન ભરતજી ઠાકોર વાહરા, દિનેશજી સોલંકી, પુથ્વીસિહ ઠાકોર,કિંજલબેન જોષી, રોહિતભાઈ બારોટ, કિંજલબેન નોદતરીયા, પ્રિયાબેન પટેલ, મૈત્રીબેન જોષી, નીતાબેન ઠાકોર, પરેશભાઈ દેસાઈ,વસંતબેન સોલંકી, કાજલબેન સોલંકી, વગેરે યોગ ટ્રેનરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here