ભાદરવા ગામ નજીક મોટરસાઇકલ અને હાઇવા ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બે ને ઇજા

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

તિલકવાડાં તાલુકાના ભાદરવા ગામ નજીક ત્રણ રસ્તા પાસે રેતી ભરેલી હાઇવા ટ્રક અને મોટર સાઇકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો

પ્રાપ્ત માહિતી મુજબ ઈશ્વર ભાઈ કાંતિભાઈ તડવી પોતાની હીરો હોન્ડા ગાડી નં GJ 22 L – 0187 નંબર ની મોટર સાઇકલ લઈને ભાદરવા ગામે પોતાની સાસરી માં જઇ રહ્યા હતા ત્યારે ભાદરવા ચોકડી ક્રોસ કરતી વખતે દેવલ્યા તરફથી આવતી એક હાઇવા ટ્રક નં GJ.01.DT.-8569 નંબરની ગાડીનો ચાલક પોતાના કબ્જાની હાઇવા ટ્રક પુર ઝડપે અને ગફલત ભરી હંકારતા ઈશ્વરભાઈની મોટર સાઇકને ટક્કર મારીને ભાગી ગયો હયો અકસ્માતમાં ઈશ્વરભાઈને જમણા પગના ઘૂંટણમાં તથા છાતીના ભાગે મૂંઢ માર વાગી હતી જ્યારે મોટર સાઇકલની પાછળ બેઠેલા સુનિલભાઈને માથામાં તથા ડાબા કાનની બાજુમાં તેમજ ડાબા હાથમાં અને ડાબા પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી બન્ને વ્યક્તિને ગરુડેશ્વર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા,
અકસ્માતની જાણ તિલકવાડાં પોલીસને થતા તિલકવાડાં પોલીસ દ્વારા કાયદેસરનો ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here