બોડેલીના ભરવાડ સમાજના યુવા મંડળ દ્વારા લોકોની તરસ છીપાવવા મીનરલ ઠંડા પાણીની પરબ શરુ કરવામાં આવી…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આધુનિક યુગમાં સંસ્કૃતિ ખોવાઈ ગઈ છે અગાઉ ઠેર ઠેર લોકો પાણીની પરબો શરૂ કરી ઉનાળામાં લોકોની તરસ છીપાવતા હતા જોકે અત્યારના સમયમાં પાણીની પરબ શોધી પણ મળતી નથી ત્યારે બોડેલીના અલીપુરા સકૅલ પોલીસ ચોકી પાસે બોડેલીના ભરવાડ સમાજના યુવા મંડળ દ્વારા બળબળતા આકરા ઉનાળામાં લોકોની તરસ બુઝાવવા છેલ્લા સત્તર વર્ષથી બાપા સીતારામ પાણીની પરબ શરુ કરી અવિરત સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે તેમાંય છેલ્લા દશ વષૅથી પરબમાં મિનરલ ઠંડા પાણીનો ઉપયોગ કરતાં ચોમેરથી પ્રશંસા થઈ રહી છે હવે તો મોંધવારી પીવાના પાણીને પણ નડી હોય તેમ કાળઝાળ ગરમીના તાપમા પાણીના ઠંડા બોટલના ભાવમાં પણ વધારો થઈ જાય છે ત્યારે બોડેલીના ભરવાડ સમાજના યુવા મંડળ દ્વારા લોકોની તરસ છીપાવવા મીનરલ ઠંડા પાણીની પરબ શરુ કરી છે છોટાઉદેપુર જિલ્લાના વેપારી મથક બોડેલીના સૌથી વધુ લોકોની અવરજવર ધરાવતાં અલીપુરા ચાર રસ્તા પોલીસ ચોકી પાસે યુવાનોએ પરબ શરુ કરી હતી જેમાં હાલમાં રોજેરોજ ૨,૦૦૦/ લીટર મિનરલ વોટર નાખવામાં આવે છે આ અંગે ભરવાડ સમાજના આગેવાન રણછોડ ભરવાડે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ગોહિલવાડ બગદાણામાં બાપા સીતારામના નામથી ચાલતી પાણીની પરબ એક આશરો બની ગયેલ છે જે લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે ત્યારેપાણીના બોટલોની કિંમત વધુ હોય પરબમાં મિનરલ પાણી વાપરવાનું નક્કી કરવામાં આવ્યું છે યુવાનોએ પરબ શરુ કરી હતી ત્યારથી જ નગરજનો ટેકો આપી રહ્યા છે બોડેલીના વેપારી અગ્રણી રાજુભાઈ ઉમાવાળાએ જણાવ્યું હતું કે બોડેલી ભરવાડ સમાજ દ્વારા નિઃસ્વાર્થ ભાવે સત્તર વર્ષ પહેલાં આ જગ્યા પર જલ સેવા એજ પ્રભુ સેવાની ઉન્નત ભાવના સાથે પાણીના માટલાં,કોઠીઓ ભરીને રખાતી સમય બદલાતા તરસ છીપાવવા કાલાંતરે આમાં જરુર ફેરફાર થતા હાલમાં મિનરલ જળપાન સેવા કરાવતા બળબળતા તાપમાં પરમાથૅની પરબ પર અનેક વટેમાર્ગુઓ વાહન ચાલકો તથા રાહદારી ઓ તેમજ નગર જણો સહિત અનેક લોકો પોતાની ઉનાળાની તરસ છીપાવે છે ભરવાડ સમાજના યુવાનો નિસ્વાર્થ ભાવની સેવા ને નગરજનો બોડેલી નગરજનો બિરદાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here