નંબર વગરની મારૂતિ સુજીકી કંપનીની બ્રેઝા ગાડીમાં વિદેશી ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૧૫૮ નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢતી શામળાજી પોલીસ

શામળાજી, (અરવલ્લી) વસીમ શેખ :-

શ્રી અભય ચુડાસમા સાહેબ, પોલીસ મહાનિરક્ષક શ્રી, ગાંધીનગર રેન્જ, તથા શ્રી સંજય ખરાત સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી,અરવલ્લી મોડાસા નાઓ તરફથી અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા શંકાસ્પદ વાહનોનું સઘન ચેકીંગ રાખવા તથા બાતમીદારો રાખી માહીતી મેળવી વિદેશી દારૂની હેરાફેરીના કેસો શોધી કાઢવા સારૂ સુચનાઓ આપવામાં આવેલ જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ મોડાસા વિભાગ મોડાસાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પો.સ.ઇ.શ્રી વી.વી.પટેલ નાઓની સુચના મુજબ કામગીરીમાં રોકાયેલ હતા જે અન્વયે, આજ રોજ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના શામળાજી આશ્રમ ચાર રસ્તા ઉપર ટ્રાફીક અંગેની કામગીરી કરતા હતા તે દરમ્યાન ભિલોડા તરફથી એક નંબર વગરની બ્રેઝા ગાડી આવેલ જે ગાડીને ઉભી રખાવવા પ્રયત્ન કરતાં તેની ગાડી એકદમ પાછી યુ ટર્ન લઇ ભિલોડા તરફના રોડ તરફ હંકારેલ અને ઉભી રાખેલ નહિં જેથી સદરી ગાડી ઉપર શંકા જતાં સદરી મારૂતી બ્રેઝા ગાડીનો પીછો કરતાં તેનો ચાલક ભિલોડા તરફના રોડે ગુણીયાકુવા નજીક પોતાની મારૂતી બ્રેઝા ગાડી મુકી રોડની સાઇડમાં આવેલ ખેતરોમાં થઇ ભાગી ગયેલ અને મારૂતી બ્રેઝા ગાડીમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૧૫૮ જેની કિ.રૂા.૧,૧૬,૩૦૦/- નો મળી આવતા સદરી વિદેશી દારૂનો જથ્થો તથા મારૂતિ સુજીકી કંપનીની બેજા ગાડીની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- ની ગણી કૂલ મુદામાલ કિં.રૂ.૬,૧૬,૩૦૦/- નો કબ્જે કરી સદરી મારૂતિ સુજીકીની બ્રેઝા ગાડીના ચાલક ઇસમ વિરુધ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરી કાર્યવાહી કરવામાં આવેલ છે
આમ, શામળાજી પોલીસને પ્રોહીબીશનનો ગણનાપત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
આરોપી
(૧) નંબર વગરની મારૂતિ બ્રેઝા ગાડીનો ચાલક નામ ઠામ મળેલ નથી.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :-
(૧) શ્રી વી.વી.પટેલ પો.સબ ઇન્સ શામળાજી પો.સ્ટે
(૨) શ્રી વી.ડી.વાધેલા પો.સબ ઇન્સ.શામળાજી પો.સ્ટે (૩) એ.એસ.આઇ ગૌરવકુમાર બાબુભાઇ બાન, ૨૨૬૩ નોકરી શામળાજી પો.સ્ટે (૪) ડ્રા.પો.કો. ચિરાગકુમાર રમણલાલ બ.નં.૪૦૧ નોકરી શામળાજી પો.સ્ટે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here