બાબરાના નીલવડા રોડ પર આવેલ માતાજીના મંદિરમાં પશુ બલી ચડાવવાની ઘટનાથી ચકચાર

બાબરા,(પંચમહાલ) હિરેન ચૌહાણ :-

બાબરા નિલવડા રોડ પર આવેલ આસ્થાના કેન્દ્ર સમા સુપ્રસિદ્ધ મેલડી માતાના મંદિરમાં 22મી તારીખની રાત્રે કેટલાક શખસોએ પશુ સાથે ગર્ભગૃહમા પ્રવેશી પશુનું ગળું કાપી બલિ ચડાવતાં લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમા પણ કેદ થઇ છે. બનાવ અંગે પોલીસે 10 શખસ સામે ગુનો નોંધ્યો છે.
મંદિરમાં પશુ બલિ નહિ ચડાવવાનાં બોર્ડ લગાવ્યાં નીલવડા રોડ પરનુ મેલડી માતાજીનું મંદિર પંચાળ પંથકની પ્રજા માટે આસ્થાનુ સ્થાન છે. અહીં દરરોજ મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ખાસ કરીને સૌથી વધુ લોકો માનતા પૂરી કરવા આવે છે. રાજકોટના રાજેશભાઇ જેઠવાએ અહી શ્રદ્ધાળુઓ અને માનતા પૂરી કરવા આવતા લોકો માટે રોકાણ તથા રસોડાની વ્યવસ્થા કરી છે. અહી માતાજીને કોઇએ પશુ બલિ ચડાવવો નહીં તેવા બોર્ડ પણ ચારે તરફ લગાવેલા છે. એટલું જ નહી કોઇ આવું કૃત્ય ન કરે તે માટે ચારે તરફ સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે. આમ છતાં ૨૨ મીની મધરાતે અહી પશુ બલિની ઘટના બની હતી.

જાળી ખોલીને ગર્ભગૃહમાં પશુને લઈ જઈ બલિ ચડાવ્યો રાજેશભાઇ જેઠવાએ આ બારામા બાબરાના લક્ષ્મણ મગનભાઇ ડાભી, વિહા નારણભાઇ, નારણ પાંચાભાઇ ઝિંઝુવાડિયા, સંજય ખોડુભાઇ કરકર, ભૂપત તળસીભાઇ ઝિંઝુવાડિયા, બચુ નારણભાઇ, દેવા ગભાભાઇ, બીજલભાઇ ડાભી અને અન્ય બે અજાણ્યા શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમા તેમણે જણાવ્યું છે કે તારીખ.૨૨/૦૪ ના મધરાતે મેલડી માતાના મુળ સ્થાનકે આ શખસોએ બોકડા જેવા દેખાતા પશુનો બલિ ચડાવ્યો હતો. મધરાતે મંદિર બંધ હતુ ત્યારે આ શખસો જાળી ખોલીને અંદર પ્રવેશ્યા હતા અને ગર્ભગૃહમાં પશુને લઇ જઇ એનું ગળું કાપી બલિ ચડાવ્યો હતો.સમગ્ર ઘટના CCTVમાં કેદ
સીસીટીવી ફૂટેજમા આ તમામ શખ્સોની હરકત કેદ થતા પોલીસમા ફરિયાદ નોંધાવાઇ છે. બાબરા પેાલીસે આ અંગે કેટલાક શખ્સોને રાઉન્ડઅપ પણ કર્યા છે. આધુનિક યુગમા કેટલાક શખ્સોનો આવા કૃત્યથી લોકોની ધાર્મિક લાગણી દુભાતી હોય આવુ કૃત્ય કરનાર સામે ફિટકાર વરસી રહ્યો છે.

બાબરા પોલીસ મથકે લોકોની ભીડ ઊમટી પોલીસે પશુ બલીની ઘટનાના આરોપીઓને પકડતા વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામા બાબરા પોલીસ મથકે ઊમટયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here