ગોધરા એલ.સી.બી. પોલીસે હાલોલ તાલુકાના જીતપુરા ગામના પ્રોહી બુટલેગર્સ ઇન્દ્રસિંહ ઉર્ફે ઇન્દ્રો રણજીતસિંહ ચૌહાણની પાસા ધારા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપવામાં આવ્યો

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા સાહેબશ્રી નાઓએ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓને અત્રેના જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ પ્રોહી બુટલેગરો ઉપર પાસા તથા તડીપારની અસરકારક કાર્યવાહી કરવા સારૂ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ અત્રેના જિલ્લાના હાલોલ તાલુકાના જીતપુરા ગામે રહેતા પ્રોહી બુટલેગર્સ ઇન્દ્રસિંહ ઉર્ફે ઇન્ડો રણજીતસિંહ ચૌહાણ નાઓની વિરૂધ્ધમાં હાલોલ રૂરલ પો.સ્ટે . માં વિદેશી દારૂ પોતાના કબજામાં રાખવાનો તથા વેચવાનો તથા રાફેરી કરવાના પ્રોહીબીશનના કુલ -૦૩ ગુનાઓ દાખલ થયેલ હતા . ઉપરોકત ઇસમની પાસા દરખાસ્ત તૈચાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પંચમહાલ , ગોધરા નાઓને મોકલી આપતા પાસા દરખાસ્ત મંજુર થતા ઉપરોકત ઇસમને પાસાધારા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપવાનો હુકમ શ્રી સુજલ મચાત્રા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પંચમહાલ , ગોધરા નાઓ તરફથી મળતા શ્રી જે.એન.પરમાર પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા શ્રી આઇ.એ. સિસોદીયા પો.સ.ઈ. એલ.સી.બી. ગોઘરા તથા પોલીસ સ્ટાફના માણસોએ ઉપરોક્ત ઇસમની બાતમી હકીકત મેળવી ખાનગી વોચ રાખી સદર ઇસમને અટકાયત કરી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here