બાબરાના ધરાઇ ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ધામ પર અમરેલી એલ.સી.બી. ટીમે દરોડો પાડી ૭ ઇસમોને ઝડપી પાડ્યા…

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ધામ પર ૭ ઇસમોને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૯૦,૮૫૦/- ના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પડાયા

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ જિલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે આજરોજ શરૂ રાત્રિના બાબરા તાલુકાના ધરાઇ ગામનાં કૃષ્ણભાઇ બંસીભાઇ જોષી, ધરાઇ ગામે મેઇન બજારમાં આવેલ પોતાના રહેણાક મકાનમાં જુગારનો અડ્ડો ચલાવી, પોતાના આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી, ગંજીપત્તાના પાના વડે તીન-પત્તીનો હારજીતનો જુગાર રમી રમાડે છે તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જુગાર ધામ પકડી પાડી, કુલ ૭ ઇસમોને રોકડ રકમ, મોબાઇલ ફોન અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ, તમામ સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી બાબરા પોલીસ સ્‍ટેશન માં સોંપી આપેલ છે.

જુગાર રમતા પકડાયેલ ઇસમો..

(1) કૃષ્ણભાઇ બંસીભાઇ જોષી, ઉ.વ.૩૭, રહે.ધરાઇ, તા.બાબરા, જિ.અમરેલી
(2) મહેશભાઇ ભરતભાઇ પાઠક, ઉ.વ.૩૮, રહે.ધરાઇ, તા.બાબરા, જિ.અમરેલી
(3) કમલેશભાઇ ભરતભાઇ પાઠક, ઉ.વ.૩૯, રહે.ધરાઇ, તા.બાબરા, જિ.અમરેલી
(4) પરેશભાઇ દેવશીભાઇ જીકાદરા, ઉ.વ.૩૪, રહે.અમરેલી, માણેકપરા, ખોડીયાર ચોક
(5) નિરવકુમાર વિજયભાઇ જોષી, ઉ.વ.૩૦, રહે.અમરેલી, હનુમાનપરા
(6) નિતીનભાઇ રતુભાઇ જોષી, ઉ.વ.૪૨, રહે.અમરેલી, લાઠી રોડ, કે.કે.પાર્ક
(7) પ્રવિણભાઇ ગોવિંદભાઇ ગોહીલ, ઉ.વ. ૪૦, રહે.અમરેલી, હનુમાનપરા

પકડાયેલ મુદામાલ

રોકડા રૂ.૬૯,૩૫૦/- તથા મોબાઇલ ફોન નંગ ૬, કિં.રૂ. ૨૧,૫૦૦/- તથા ગંજી-પત્તાના પાના નંગ-૫૨, કિં.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૯૦,૮૫૦/- નો મુદ્દામાલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here