પિતૃઓની આત્માને શાંતિ માટે શ્રદ્ધપક્ષ ઉત્તમ ગણાય છે

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

કરોડો જીવોમાં સંસ્કારી જીવ એટલે મનુષ્ય છે. મનુષ્યને જન્મપૂર્વ ,ગર્ભઘાત સંસ્કાર અને મૃત્યુ પછી પણ અગ્નિસંસ્કાર આપવામાં આવે છે જન્મથી મૃત્યુ સુધી ૧૬ સંસ્કારો થાય છે એમાં એક સંસ્કાર નામકરણ સંસ્કાર જે નામ આપવામાં આવે છે એ નામ અમર રહે તે માટે બારમા દિવસે શ્રદ્ધ કરવામાં આવે છે દર વર્ષ આવતા શ્રાદ્ધની વિધિ ચાંદોદ- કરનાળી જેવા તીર્થ સ્થાનો ઉપર થાય છે.
ભાદરવા મહિનામાં પૂનમથી ૧૬ દિવસના શ્રદ્ધા ગણાય છે. પરિવારોમાં પૂર્વજો પ્રત્યે અતુર શ્રદ્ધા છે. પૂર્વજોના આશીર્વાદ મેળવવા તેમજ પિતૃઓના આત્માની શાંતિ માટે પિતૃ નારાયણ બલીની વિધિ લોકો શ્રદ્ધાપૂર્વક કરાવે છે પિતૃઓની તૃપ્તિ માટે અને કૃપા મેળવવા માટે નારાયણ બલી શ્રદ્ધ પક્ષમાં ઉત્તમ ગણાય છે આ શ્રદ્ધમાં માતૃપક્ષ અને પિતૃ પક્ષના તમામ આત્માઓને સદગતિ આપવામાં આવે છે ચાંદોદ અને કરનાળીમાં આવેલ કુબેર ભંડારી દાદાના સાનિધ્યમાં ચારો તરફ તીર્થસ્થાનો છે કરનાળી ખાતે દૂર દૂર થી વિધિ કરાવવા ચાંદોદ તીર્થમાં આવે છે અહીં મુખઅય નદી નર્મદાજી વહી રહ્યા છે ત્યાં ત્રિવેણી સંગમ થાય છે નર્મદાની સાથે ઓરસંગ નદી અને ગુપ્ત સરસ્વતી નદી એમ ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ થતા આ ક્ષેત્રનું મહત્વ ખૂબ જ વધ્યું છે.
ત્રિવેણી સંગમ પાસે કુબેર ભંડારીનું વિશ્વમાં પ્રખ્યાત પ્રાચીન મંદિર છે આ નદીમાં જે ગોળ આકારના પથ્થરો છે તેને ભક્તો પોતાને ઘરે લઈ જાય છે અને નર્મદાશ્ચર તરીકે તેની પૂજા કરે છે નારણ બલી શ્રાદ્ધ કરી પીડંગ દાન કરી તે પીડને ત્રિવેણી સંગમમાં પધરાવવામાં આવે છે કરનાળીના કુબેર ભંડારી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here