નર્મદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન-ગ્રામિણ અંતર્ગત દેડીયાપાડા તાલુકાના નિવાલ્દા અને સાગબારા તાલુકાના મોટીદેવરૂપણ ગામે વ્યક્તિગત ગોબરધન યોજનાના પ્રોજેક્ટનું કરાયું ખાતમુહુર્ત

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લામાં કુલ ૨૦૦ લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવા નક્કી કરાયેલો લક્ષ્યાંક

નર્મદા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામિણ યોજના અંતર્ગત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગોબરધન યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે, આ પ્રોજેક્ટના ભાગરૂપે દેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામના અને સાગબારા તાલુકાના મોટીદેવરૂપણ ગામના સરપંચ ની આગેવાની હેઠળ વ્યક્તિગત ગોબરધન યોજનાના પ્રોજેક્ટનું ગ્રામજનોની હાજરીમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ.

આ પ્રોજક્ટમાં આણંદ જિલ્લા સ્થીત નેશનલ ડેરી ડેવલવમેન્ટ બોર્ડ અને કમિશ્નર, ગ્રામ વિકાસ વિભાગ-ગાંધીનગરના નાણાંકિય સહયોગથી અને લાભાર્થીના લોકફાળાથી ગ્રામ્ય વિસ્તારમાં પશુધન ધરાવતા કુટુંબોને વ્યક્તિગત બાયોગેસ યોજનાનો લાભ આપવામાં આવશે. નર્મદા જિલ્લામાં આગામી સમયમાં ૨૦૦ વ્યક્તિઓને આપવામાં આવનાર ગોબરધન યોજનાના પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરવામાં આવશે તેમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રોજેક્ટ ઓફીસરે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here