પાવીજેતપુર તાલુકાના વિવિધ કેન્દ્રો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં એસએસસી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

પાવીજેતપુર,(છોટાઉદેપુર) હનીફ ધાબાવાલા :-

પાવીજેતપુર તાલુકાના પાવીજેતપુર,ભીખાપુરા, ભેસાવહી તેમજ સિથોલ કેન્દ્રો ઉપર શાંતિપૂર્ણ વચ્ચે એસએસસી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા પામ્યો હતો દરેક કેન્દ્ર ઉપર બાળકોને કુમ કુમ થી તિલક લગાડી સાકર ખવડાવીને મોઢું મીઠું કરી કરાવી ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
હાલમાં કોરોના બાદ પ્રથમવાર ક્લાસ રૂમ માં બોર્ડની પરીક્ષા આપી રહી છે ત્યારે પાવીજેતપુરમાં અલગ-અલગ સેન્ટર પર પરીક્ષાની કોઈપણ ગેરરીતિ ન થાય તે માટે સીસીટીવી કેમેરા બાજનજર રાખવામાં આવ્યા છે જ્યારે સ્કૂલ ગેટ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઇસ્કૂલ માંથી મળતી માહિતી અનુસાર 3 યુનિટ, 30 બ્લોક, અને કુલ 829 વિધાર્થીઓ એ આજરોજ બોર્ડ ની પરિક્ષા મા પ્રવેશ કર્યો હતો. અને ખુબ શાંતિ પુર્વક પરિક્ષા નુ પ્રારંભ થયુ હતુ. સ્કુલ ના આચાર્ય શ્રી સંજયભાઈ શાહ સાહેબે પરિક્ષારથીઓને આશિર્વાદ આપયા હતા. અને પરિક્ષારથીઓ એ શાંતિ પુરક પરિક્ષા આપી હતી..
આમ પાવીજેતપુરમાં વિવિધ કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનો પ્રારંભ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here