ગોધરા : બામરોલીરોડ વાવડી ખાતે અપ્સરા સ્પાની આડમાં ચાલતી દેહવ્યપાર ની પ્રવૃતિ શોધી કાઢતી એ ડિવિઝન પોલીસ…

ગોધરા,(પંચમહાલ) કાસીમ ખાતુડા :-

પંચમહાલ ગોધરા રેન્જના ડી.આઇ.જી શ્રી એમ.એસ.ભરાડા સાહેબ નાઓએ આપેલ સુચન મુજબ પોલીસ અધિક્ષક શ્રી ડૉ . લીના પાટીલ સાહેબ નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પા મસાજની આડમાં ચાલતા દેહવ્યાપાર ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરવા માટે આપેલ સુચનાઓ આપેલ હતી જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર શ્રી અેમ.ઝેડ.પટેલ AHTU તથા ૩ . પો.સબ ઇન્સ . એસ.આર.પંડયા તથા પો.સબ.ઇન્સ . શ્રી એન.જી.શેખ પેરોલ ફર્લો સ્કોર્ડ ગોધરા તથા 4Sા નાદીરઅલી નિઝામુદ્દીન બનં . ૮૫૬ તથા HC બળંવતસિંહ નાનુસિંહ બ.નં. – ૧૧૫૪ તથા પો.કો. રમેશભાઇ વાઘજીભાઇ તથા પો.કો.હીતેશભાઇ આરતસિંહ બ.નં ૭૩૧ નાઓ ખાનગી બાતમી આધારે ગોધરા બામરોલી રોડ ઉપર વાવડી બુજર્ગ ગામે ગ્રામ પંચાયત તરફ જવાના રોડ ઉપર અપ્સરા સ્પા મસાજ પાર્લર નામની દુકાનમાં હાજર મળી આવેલ આરોપી ચંદ્રેશભાઇ મહેશભાઇ પરમાર રહે . દખનેસ્વર નવા ફળીયા તા . બાયડ જી.અરવલ્લી હાલ રહે . ઉત્સવ બંગલો બામરોલી રોડ ગોધરા તથા નહી મળી આવેલ સ્પાના માલીક મોહમદ સલીમ મુસ્તુફા વોરા રહે , ૭૪ રહીમા નગર ભાગ -૩ ટી.બી. હોસ્પિટલ પાછળ ભાલેજ રોડ આણંદ જી.આણંદ તથા મેનેજર મનીષાબેન ખોખર રહે . વીવીનગર કલ્યાણ સોસાયી બંસરી બંગલો રાધાપાર્ક જી.આણંદ નાઓ સ્પાના નામે છોકરીઓને બોલાવી દેહવેપારનો વેપાર ધંધો કરી કરાવી સ્પા.તથા મસાજ માટે આવતા ગ્રાહકોને સવલતો પુરી પાડી , કુટણખાનું ચલાવી પોતાના આર્થીક ફાયદા માટે દેહવેપારનો ધંધો કરાવી તે ધંધા થકી કમિશન મેળવી ગુન્હો કરી રોકડ રૂપીયા ૯૨,૩૯૦ / – તથા મોબાઇલ નંગ- ૭ જેની કુલ કિંમત રૂપીયા ૪૧,૫૦૦ / – તથા સ્વાઇપ કાર્ડ મશીન કિંમત રૂપીયા ૫૦૦૦ – ગણી કુલ્લે રૂપીયા ૧,૩૮,૮૯૦ / – ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્સના કામે કબજે કરી તેઓના વિરુધ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામા આવેલ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here