પંચમહાલ : લગ્ન પ્રસંગમાં નાચતા-નાચતા વરરાજાના મિત્રનું ચક્કર આવ્યા બાદ મોત નીપજતા ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો..

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જિલ્લામાં મિત્રના લગ્નમાં ડીજે ના તાલે રમતા યુવકનું મોત થયું છે. ડીજે પર નાચતી વખતે 27 વર્ષીય યુવક અચાનક જમીન પર પડી ગયો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અહીં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હૃદય રોગના હુમલાને કારણે યુવકનું મોત થયું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના રજાયતા ગામમાં આ ઘટના બની છે. જ્યાં લગ્ન પ્રસંગમાં ડીજે પર રમતા વરરાજાને ખભા પર બેસાડીને તેમનો મિત્ર ડાન્સ કરી રહ્યો હતો. આ તકે મિત્રને ચક્કર આવ્યા હતા. ચક્કર આવતાં જ યુવક નીચે ઢળી પડ્યો હતો. જે બાદ હોસ્પિટલ લઇ જતા રસ્તામાં જ યુવકનું મોત નિપજ્યું હતું. યુવકને ચક્કર આવવાની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. યુવકને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાની સંભાવના છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here