પંચમહાલ : માર્ચ, એપ્રિલ-2022નાં બે માસ દરમિયાન પાવાગઢના ફાયરિંગ રેન્જમાં અનધિકૃત વ્યક્તિના પ્રવેશ ઉપર પ્રતિબંધ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ફાયરિંગ રેન્જમાં માર્ચ અને એપ્રિલ- 2022નાં બે માસ દરમિયાન પોલિસ તથા એસ.આર.પી. જવાનો સહિત સુરક્ષા દળનાં જવાનો દ્વારા ફાયરિંગ પ્રેક્ટિસ યોજાવાની હોઈ આ દરમિયાન આ વિસ્તારમાં કોઈ પણ અનધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતો જાહેર હુકમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મહિપાલસિંહ ડી. ચુડાસમા (જી.એ.એસ.) દ્વારા ગુજરાત પોલિસ અધિનિયમ-1951ની કલમ- 37 (4) અન્વયે મળેલી સત્તાની રૂએ કરવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર ઈ.પી.કો. કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here