કાલોલ તાલુકાના વ્યાસડા ગામે શૌચાલયમા મોટા ભ્રષ્ટાચારની શંકાઓ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના વ્યાસડા ગ્રામ પંચાયત માં સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત મંજુર કરવામાં આવેલા 350 જેટલા વ્યક્તિગત શૌચાલયો ના લાભાર્થીઓ ને ગ્રામ પંચાયત દ્વારા યોજના ના લાભ ની રકામ રોકડ માં અને અધૂરી ચુકવવામાં આવી હોવાની રજુઆત કરવા છતાં ગ્રામજનો ની રજુઆત વહીવટી તંત્ર ના બહેરા કાન સુધી પહોંચતી નથી. ₹ 12,000/- નું વ્યક્તિગત શૌચાલય પોતે બનાવનાર લાભાર્થીઓ ને તલાટી દ્વારા આ વ્યક્તિગત શૌચાલય ના લાભ ની માત્ર ₹ 8,000/- ની રકમ રોકડ માં ચુકાવવમાં આવી હોવાનું લાભાર્થીઓ જણાવી રહ્યા છે. એટલે કે લાભાર્થી દીઠ આ યોજના માં ₹ 4,000/- ની સીધી કટકી કરી અંદાજીત ₹ 14 લાખનો ભ્રષ્ટાચાર કાલોલ તાલુકાની વ્યાસડા ગ્રામ પંચાયત માં રાજ્ય સરકાર ની ભારત ને સ્વચ્છ કરવાની યોજના ‘સ્વચ્છ ભારત મિશન’ હેઠળ થઈ ગયો છતાં તંત્ર દ્વારા લાભાર્થીઓ ની રજૂઆતો સાંભળવા માં નથી આવતી.

કાલોલ તાલુકા પંચાયત ની એસી ચેમ્બર માં બેસી આખા તાલુકાના વિકાસ ની ચિંતા કરતા તાલુકા પ્રમુખ પોતાના ગામ નો જ વિકાસ કરવામાં અસક્ષમ રહ્યા હોય તેવી સ્થિતિ તેમના પોતાના ગામ વ્યાસડા ની જો કોઈ મુલાકાત લે તો તેને તેવું લાગે. ગામ ના આદિવાસી નાયક પરિવારો આજે પણ કોઈ પણ પ્રકાર ના સરકારી લાભ વગર આત્મનિર્ભર બની નર્કાગાર સ્થિતિ માં જીવી રહ્યા છે. બે ટંક નું ભોજન મેળવવા દિવસ ભર મજૂરી કરતા અનેક પરિવારો એ સરકારી કોઈ યોજના નો લાભ જોયો જ નથી. નથી આવાસ નો લાભ, નથી રાશન, પાણી નો લાભ નથી રોડ રસ્તા જોયા કે નથી ઉજ્વલા યોજના જોઈ. અહીં રહેતા અનેક આદિવાસી નાયક પરિવારો ને મળવાપાત્ર લાભો અને પ્રાથમિક સુવિધાઓ સુધ્ધા આ પ્રમુખ અપાવી શક્યા નથી.કાલોલ તાલુકા પંચાયત ના પ્રમુખ ના પોતાના જ ગામ માં વ્યક્તિગત શૌચાલય નું પણ મસમોટું કૌભાંડ પ્રકાશ માં આવતા રાજ્ય સરકાર ની વિવિધ યોજનાઓ માંથી કાલોલ તાલુકા માં થતો વિકાસ વાસ્તવ માં તાલુકાની પ્રજા માટે કરવામાં આવી રહ્યો છે, કે કેટલાક ચોક્કસ વ્યક્તિઓના વિકાસ માટે એ અંગે સવાલો ઉભા થઇ રહ્યા છે. તાલુકા પંચાયત પ્રમુખ ના પોતાના ગામ વ્યાસડા માં નાણાકીય વર્ષ 2021-22 માં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 350 જેટલા વ્યક્તિગત શૌચાલયો ના લાભાર્થીઓ ને શૌચાલયો ના લાભ નું ચુકવણું કરવામાં આવ્યું હતું. આ લાભાર્થીઓ પૈકી ઘણાખરા લાભાર્થીઓ ને આ યોજના ની લાભ ની રકમ રોકડ માં અને એ પણ અધૂરી ચૂકવી ₹ 14 લાખ જેટલી રકમનું શૌચાલય કૌભાંડ આચરવામા આવ્યું હોવાનું વ્યક્તિગત શૌચાલય નો લાભ મેળવનારા લાભાર્થીઓ જણાવી રહ્યા છે.નાણાકીય વર્ષ 2017-18 માં પંચમહાલ જિલ્લા ને સંપૂર્ણ ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો. એટલે કે આ યોજના હેઠળ જે તે સમયે જિલ્લાના તમામ તાલુકાના ની તમામ ગ્રામપંચાયતો ના તમામ ગામો માં ઘરે ઘરે વ્યક્તિગત શૌચાલયો નું લક્ષ્યાંક સરકારી રેકર્ડ મુજબ પૂરું થઈ ગયું હતું. અને રાજ્ય સરકાર દ્વારા જિલ્લાઓ, તાલુકાઓ અને ગ્રામપંચાયતો ને ODF એટલે કે સંપૂર્ણ ખુલ્લામાં શૌચમુક્ત તાલુકો, ગ્રામ પંચાયત તરીકે જાહેર કરી તે અંગે ના બોર્ડ લગાવી સરકારી ખર્ચે તે ની જાહેરાત પણ કરવામાં આવી હતી. કાલોલ તાલુકાના વ્યાસડા ગામે ઓડીએફ જિલ્લા અને તાલુકાની જાહેરાત પાછી નાણાકીય વર્ષ 2021-22 માં 350 જેટલા વ્યક્તિગત શૌચાલયો ના લાભાર્થીઓ ને શૌચાલય ના લાભ ની રકમ ગ્રામ પંચાયત દ્વારા રોકડમાં ચૂકવી હોવાની અને અધૂરી ચુકવી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની જે રજુઆત ગામ લોકો કરી રહ્યા છે, તે જોઈએ તો આ ગામ માં 2018-19 અને 2019-20 ના બે વર્ષ માં નવા 400 જેટલા નવા મકાનો બન્યા. અને એટલા મકાનો ની ગ્રામ પંચાયત માં આકારણી પણ થઈ હોવી જઈએ, તો જ નવા આટલા પરિવારો ને શૌચાલયો ની જરૂરિયાત ઉભી થઇ હોવી જોઈએ, જો એમ ન હોય તો જે ODF જિલ્લા અને તાલુકાની રાજ્ય સરકાર ની જાહેરાત હતી તે ખોટી તેમ કહી શકાય. આ બે વર્ષ માં 400 અકારણીઓ નવી થઈ કે કેમ તે તપાસ નો વિષય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here