પંચમહાલ જિલ્લા સહિત કાલોલ નગરમાં પણ ઢળતી સંધ્યાએ આસમાની પૃષ્ઠભૂમિમાં નયનરમ્ય દ્રશ્ય સર્જાયું…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલમાં આજે ઢળતી સંધ્યાએ આકાશમાં પીળા રંગનું આગના ગોટા જેવો નયનરમ્ય દ્રશ્ય સર્જાયું હતું તે તસવીર આગના ગોટાની નહીં, પરંતુ કુદરતે ઢળતી સંધ્યાએ આકાશમાં ભરેલા રંગોની છે આ તસવીર જોઈ હર કોઈને પ્રથમ નજરે એમ જ લાગે કે કોઈ ફેક્ટરી કે મકાનમાં લાગેલી આગને કારણે આગના ગોટેગોટા હવામાં ફંગોળાતા હશે. પરંતુ હકીકત સાવ જુદી જ છે. આ તસવીર આગના ગોટાની નહીં, પરંતુ કુદરતે તેની કુદરતથી આકાશમાં ભરેલા રંગોની છે. આજે મંગળવારે આકાશમાં વાદળો છવાયા હતા ત્યારે, ઢળતી સંધ્યાએ આકાશમાં આસમાની પૃષ્ઠભૂમિમાં કેસરી, પીળા રંગનું નયનરમ્ય દ્રશ્ય સર્જાયું હતું. જો કે, આવા દ્રશ્યો તો કુદરત પોતાની કુદરતી પીંછી ફેરવી અવાર-નવાર સર્જતી રહે છે. પરંતુ ઉક્ત તસવીર આજે કલમ કી સરકાર ન્યુઝ પેપરના રીપોર્ટર ના કેમેરામાં કેદ થઇ જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here