પંચમહાલ જિલ્લામાં હાલોલના પંચવટીનગર, ઈન્દિરાનગર, ગોપીનગર, રહેમતનગર તેમજ કાલોલના નવાપુરાના વિસ્તારો કન્ટેઈન્મેન્ટ એરિયા જાહેર…

હાલોલ,(પંચમહાલ)
પ્રવાસી પ્રતિનિધિ

કોરોના પોઝિટીવ કેસો મળી આવતા વિસ્તારોમાં અવર-જવર પર નિયંત્રણો મૂકી મેડિકલ સર્વેની કામગીરી ચાલુ

પંચમહાલ જિલ્લામાં નવા કેસો મળી આવવાના પગલે હાલોલ તાલુકાના પંચવટીનગર, ઈન્દિરાનગર, ગોપીનગર તેમજ બાસ્કા ગામમાં સમાવિષ્ટ રહેમતનગર અને કાલોલ તાલુકાના નવાપુરા વિસ્તારોને નવા કન્ટેઈન્મેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ધી એપિડેમિક ડિસીઝ એક્ટ 1897ની કલમ-2 અન્વયે મળેલ અધિકારની રૂએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-30 તથા કલમ-34 હેઠળ નગરપાલિકા હાલોલના પંચવટીનગરમાં આવેલ 22 મકાનોની 81 વ્યક્તિઓની વસ્તી તેમજ ઈન્દિરાનગરમાં આવેલ 7 મકાનોની કુલ 36ની વસ્તી, ગોપીનગરમાં આવેલ 31 મકાનોની કુલ 88 વ્યક્તિઓની વસ્તીને તેમજ બાસ્કા ગામમાં સમાવિષ્ટ રહેમતનગરમાં આવેલ 07 મકાનોની 41ની વસ્તીને અને કાલોલ તાલુકાના નવાપુરા વિસ્તારમાં આવેલ 24 મકાનોની કુલ 78 વ્યક્તિઓની વસ્તી ધરાવતા વિસ્તારને કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ વિસ્તારોમાંથી કોરોના પોઝિટીવ વ્યક્તિઓ મળી આવતા આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાનમાં રાખીને જે-તે વિસ્તારના અન્ય લોકોમાં સંક્રમણ ફેલાય નહીં તે હેતુસર આ વિસ્તારોને કન્ટેઈન્મેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે.
કન્ટેઈન્મેન્ટ એરિયામાં આવતા તમામ રહીશોએ આ વિસ્તારોના જાહેર ફળિયા કે સ્થળોએ બિનજરૂરી અવરજવર કરવી નહિ તેમજ જાહેર સ્થળોએ ફરજિયાતપણે માસ્ક પહેરવાનો રહેશે અથવા તો મોઢું અને નાક વ્યવસ્થિત રીતે કાપડથી ઢાંકવાના રહેશે. આ તમામ રહીશોના સંબંધિત ઈન્સીડન્ટ કમાન્ડર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી અને તેમના દ્વારા અધિકૃત કરેલા અધિકારીની પૂર્વ મંજૂરી વિના કન્ટેન્મેન્ટ એરિયાની બહાર નિકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું આગામી હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51 થી 58 ની જોગવાઈઓ અનુસાર શિક્ષાને પાત્ર ઠરશે. આ હુકમ સરકારી ફરજ, કામગીરી અને સરકારી-અર્ધ સરકારી એજન્સી, સરકારી- પ્રાઇવેટ દવાખાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલ વ્યક્તિઓને કે જેમને અનુમતિ અપાયેલી છે તેમને લાગુ પડશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here