કોવિડ-૧૯ અપડેટ : પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૪૦ કેસ નોંધાયા…

ગોધરા,(પંચમહાલ)

૧૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા ૩૫૧

કુલ કેસનો આંક ૯૬૩ થયો, કુલ ૫૫૩ વ્યક્તિઓ કોરોનાને માત આપી

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૪૦ નવા કેસ મળી આવતા કોવિડ-૧૯ સંક્રમણના કુલ કેસની સંખ્યા ૯૬૩એ પહોંચી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૩૨ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૮ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૨૫, હાલોલમાંથી ૦૬ અને શહેરામાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૭૫૭ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કાલોલ ગ્રામ્યમાંથી ૦૨ કેસ અને મોરવા ગ્રામ્યમાંથી ૦૧ કેસ, શહેરા ગ્રામમાંથી ૧ કેસ, હાલોલ ગ્રામ્ય માંથી ૧ કેસ અને ગોધરા ગ્રામ્યમાંથી ૩ કેસ મળી આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા ૨૦૬ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા ૫૫૩ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૩૫૧ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here