પંચમહાલ જિલ્લામાં સરકારી પોલિટેકનિક, હાલોલ ખાતે ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

ACPDC મેરીટ નંબર ધરાવતા ઈચ્છુક ઉમેદવારો માટે સંસ્થા પસંદગી પ્રક્રિયા પણ ચાલુ

સરકારી પોલિટેકનિક, હાલોલના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર હાલોલ ખાતે આવેલ સરકારી પોલિટેકનિક ખાતે ઈજનેરી ડિપ્લોમામાં વર્ષ ૨૦૨૦-૨૧માં પ્રવેશ માટે સરકારશ્રીની એડમિશન કમિટી (ACPDC) દ્વારા ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અગાઉ રજિસ્ટ્રેશન કરાવેલ ન હોય તથા પૂરક પરીક્ષા-૨૦૨૦માં પાસ કરેલ હોય તેઓ માટે તા. ૨૬/૧૦/૨૦૨૦ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરી થયેલ છે. તા. ૨૯/૧૦/૨૦૨૦થી તા. ૦૨/૧૧/૨૦૨૦ સુધી નવા રજીસ્ટર્ડ લાયકી ઉમેદવાર માટે ઓનલાઈન સંસ્થાની પસંદગી અને અગાઉ ACPDCનો મેરીટ નમ્બર ધરાવતા આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો માટે ઓનલાઈન સંમતિ આપવા અને સંસ્થાની ઓનલાઈન પસંદગીની કાર્યવાહી કરી શકશે. તેથી સંસ્થા ખાતે જૂજ પ્રમાણમાં ડિપ્લોમા સિવિલ ઈજનેરી, ડિપ્લોમા મિકેનીકલ, ડિપ્લોમાં ઈલેક્ટ્રીકલમાં જગ્યાઓ ખાલી હોઈ પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓને સદર સંસ્થામાં પ્રવેશ લેવા એડમિશન કમિટી દ્વારા અખબારીયાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here