કાલોલ નગરના મુસ્લીમ સમાજે પયગંબર સાહેબના જન્મદિનની સાદગી પૂર્વક ઉજવણી કરી

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

હાલ સમગ્ર દેશમાં કોરોનાવાયરસ નું સંક્રમણનું કહેર યથાવત છે અને લોકો પોતાની સાર સંભાળ રાખી રહ્યા છે અને સરકાર પણ પોતાની બધાજ પ્રયત્નો કરીને જનતાને સાથ સહકાર આપી રહી છે ત્યારે સરકારશ્રી ગાઇડલાઇન મુજબ આજરોજ અલ્લાહના પ્યારા હબીબ અને સમગ્ર દુનિયા માટે જેમને રહબર બનાવી ખુદાએ પૃથ્વી પર મોકલ્યા અેવા ઇસ્લામ ધર્મની સાચી ઓળખ આપનારા તથા અેકતા અને ભાઇચારો દયા ના મહાસાગર બનીને માનવતાનો સંદેશ ફેલાવનાર હજરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસે ઇદે મિલાદુન્નબી તરીકે મનાવ્વામાં આવે છે.હજરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિનની ઉજવણી કરવા કાલોલ શહેરના મુસ્લીમ બિરાદરોએ કોરોના વાયરસનાં સંક્રમણને પગલે આજે ભારે સંયમતા અને સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે ફજરની નમાજ પેહલા સુબહો સાદીક પયગંબર સાહેબના જન્મના સવારના સમયે ખાશ ખુદાને દુવા કરી ઇબાદત કરી હતી.વેહલી સવાર થી જ હજરત સાહેબના જન્મદિનના અવસરે મસ્જીદોમાં સલાતો સલામ અને દરૂદો પાકથી વાતાવરણને ઘાર્મિકતાના રંગે રંગી દીધુ હતુ.અને ત્યાં મુસ્લીમ બિરાદરોએ પરચમ કુસાઇ ની રસ્મ અદા કરી હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના મુએ મુબારકની જિયારત કરી પુરા ભારત દેશમાંથી કોરોના જેવી મહામારીમાંથી દેશ કોરોના મૂક્ત બને અને દેશમાં અમન શાંતિ સલામતી તથા કોમી અેકતા માટે ખાસ દુવાઓ કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મોલાના સિબતૈન રઝા સાહેબ દ્રારા માગવામાં આવી અને મુસ્લીમ બિરાદરોને પેદાઇશે નંબીની મુબારક બાદ પાઢવી સાદગી પૂર્ણ રીતે ઇદે મિલાદુન્ન નબી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here