પંચમહાલ જિલ્લામાં વધુ ૧૮ વિસ્તારો કલસ્ટરમુક્ત જાહેર કરાયા

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ ૧૮ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં ઘોઘંબા તાલુકાના રામેશરા કાનપુર વિસ્તાર, શહેરા તાલુકાના સાજીવાવ ગામનું નિશાળ ફળિયું, વ્યાસડા ગામ, વાડીગામનું બારિયા ફળિયું, શહેરા નગરપાલિકામાં સમાવિષ્ટ ભાટવાડો, ગોધરા નગરપાલિકામાં સમાવિષ્ટ પાવરહાઉસ, હાલોલ તાલુકાના કણજરી ગામનું શ્રીજી ટેનામેન્ટ ગ્રીન, કાછિયાવાડ-૦૩, બ્રાહ્મણ ફળિયા, હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ આમ્રપાલી-૬બી, દરજી ફળિયા, ઘનશ્યામનગર, લકુલીશ નગર-૦૫, આમ્રપાલી-૪ બી, નિલગીરી ફાર્મ (અરાદ રોડ), ૧૦૭ ગેસ્ટ હાઉસ પોલિકેબ યુનિટ-૦૩, સિદ્ધી વિનાયક-૦૪, ગોપીનગર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here