કાલોલ પોલીસ દ્વારા કાનોડ ગામેથી ભારતીય બનાવટના વિદેશી બીયર-દારૂના જથ્થા તેમજ ગ્રાહકો સહિત ત્રણની અટકાયત

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

લાઈવ વેચાણ સમય પોલીસ ત્રાટકી બે ગ્રાહક અને વેપારી સહિત ત્રણ પકડાયા

કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ એલ ડામોર પેટ્રોલિંગમાં હતા ત્યારે કાનોડ તરફ આવતા તેઓને ખાનગી રાહે બાતમી મળેલ કે કાનોડ ગામમાં રહેતા વિનોદભાઈ ઉર્ફે ભાદો રણછોડભાઈ ચૌહાણ પોતાના ઘરની પાછળ ભેંસો બાંધવાના કોઢીયા ની પાછળ કેટલાક માણસોને ભારતીય બનાવટના પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂ રાખી વેચી વેપાર કરે છે જે આધારે પોલીસે પંચો રૂબરૂ રેડ કરતા ત્રણેય ઇસમો હાજર મળી આવ્યા હતા જે પોલીસને જોઇને નાસવા લાગેલા એક ઈસમે હાથમાં વિમલ નો થેલો લઇને ભાગતાં ભાગતાં નજીકમાં આવેલા એક કૂવામાં થેલો ફેંકી દીધેલો પોલીસે ત્રણેવને દોડીને પકડી પાડેલા જેઓના નામઠામ પૂછતા (૧) વિનોદભાઈ ઉર્ફે ભાદો રણછોડ ભાઈ ચૌહાણ (૨) વિશ્વ કુમાર સામંતસિંહ સોલંકી રે જોડકા ની મુવાડી તાલુકો ગોધરા કે જે દારૂ લેવા આવેલો ગ્રાહક (૩) રમેશભાઈ હેમંચંદ બામણીયા રે ગલતી તા જાબવા મધ્ય પ્રદેશ જે પણ દારૂ લેવા આવનાર ગ્રાહક (૪) હીરો પેશન પ્રો મોટરસાયકલ નંબર જીજે ૧૭ બીડી ૪૨૬૪ નો ચાલક જેના નામની ખબર નથી તે એમ ચાર ઈસમો હોવાનું જાણવા મળેલ પોલીસે સરકારી વાહન દ્વારા દોરડું મંગાવીને કૂવામાં ફેંકી દીધેલો વિમલ નો થેલો બહાર કઢાવીને જોતા તેમાં ભારતીય બનાવટના પરપ્રાંતીય બીયરના ૫૦૦ મીલી ના ટીન નંગ ૧૦ તમામ એકજ મારકાવાળા હેવર્ડ ૫૦૦૦ તથા ૧૮૦ મીલી ના કવાટરીયા નંગ ૧૨ તથા અંગ ઝડતી માં વિશ્વ કુમાર અને રમેશભાઈના ખિસ્સામાંથી એક એક કવાટર દારૂનું મળી આવેલ એમ કુલ ૧૪ નંગ કવાટર તથા અંગજડતી માંથી મોબાઇલ તથા દારૂના વેચાણ ના રોકડા રૂપિયા ૩,૯૦૦/ મોટરસાયકલ રૂ ૨૦,૦૦૦/ દારૂ તથા બીયરના રૂ ૨,૬૫૦/એમ કુલ મળીને રૂ ૨૬,૫૫૦/ નો પ્રોહીબીશન મુદ્દામાલ કબજે કરી પ્રતિબંધિત વિસ્તારમાં દારૂની હેરફેર કરી દારૂ નો સંગ્રહ કરી પકડાયેલા ત્રણ ઈસમો તથા અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી ચાર ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here