પંચમહાલ જિલ્લામાં વધુ બે પોઝિટીવ કેસોના ઉમેરા સાથે કુલ કેસોની સંખ્યા 14 થઈ, કુલ 12 સક્રિય કેસો …

ગોધરા,

કલમ કી સરકાર : સાજીદ શેખ

ગોધરાના શહેરા ભાગોળ અને અબરાર મસ્જિદ વિસ્તારમાંથી એક-એક પોઝિટીવ કેસ મળ્યા

બંને દર્દીઓ ગોધરા સિવિલમાં સારવાર હેઠળ, તબિયત સ્થિર…..

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં કોરોના પ્રભાવિત વિસ્તાર શહેરા ભાગોળ અને અબરાર મસ્જિદ વિસ્તારમાંથી આરોગ્ય વિભાગને કોરોનાના કુલ 2 પોઝિટીવ કેસ મળી આવ્યા છે. શહેરા ભાગોળની 18 વર્ષીય યુવતી અને અબરાર મસ્જિદ વિસ્તારની મુસ્લિમ સોસાયટી-બીમાંથી 47 વર્ષીય મહિલાનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવતા તેમને ગોધરા સિવિલ ખાતે આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત સ્થિર છે. બંને દર્દીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટરી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે બંને વિસ્તારોમાંથી અગાઉ કોવિડ-19નો એક-એક કેસ મળી આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહના જણાવ્યા અનુસાર આજે આવેલ ટેસ્ટના પરિણામો પૈકી કુલ 16ના ટેસ્ટ નેગેટીવ અને બે પરિણામ પોઝિટીવ આવ્યા હતા. આ ઉપરાંત બે સેમ્પલ રીપીટ સેમ્પલ હતા. આ બે સહિત ગોધરા સિવિલની કોવિડ-19 હોસ્પિટલમાં કુલ 6 કોરોનાગ્રસ્ત વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે. જ્યારે કુલ 4 દર્દીઓ ઓબ્ઝર્વેશન હેઠળ છે. 4 દર્દીઓ વડોદરા ગોત્રી ખાતેની હોસ્પિટલમાં જ્યારે 2 વડોદરાની ટ્રાયકલર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જિલ્લામાંથી હાલની સ્થિતિએ કુલ 148 સેમ્પલ મોકલવામાં આવ્યા છે, જે પૈકી 14 સેમ્પલ પોઝિટીવ રહ્યા છે, જ્યારે 114 સેમ્પલ નેગેટિવ રહ્યા છે. 2 કોરોનાગ્રસ્ત વ્યક્તિઓના સારવાર દરમિયાન અવસાન થયા છે. ગઈકાલે રબ્બાની મહોલ્લા, વેજલપુર રોડના એક 70 વર્ષીય મહિલાનો કોવિડ-19 રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here