કરોલી ગામે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર ના આક્ષેપો સાથે અરજી બીજી તરફ આવેદનપત્ર પાછો ખેંચાયાની રજૂઆત

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

વિધાનસભાની આગામી ચૂંટણીમાં કાલોલ ના ઉમેદવાર ને અનુલક્ષી આક્ષેપ અને પ્રતીઆક્ષેપોનો મારો ચાલતો હોવાની ચર્ચા

કાલોલ તાલુકાના કરોલી ગામ માં આવેલા રાણીયા ફળિયાના રહેવાસીઓ દ્વારા સરપંચ ,ડેપ્યુટી સરપંચ, તલાટી કમ મંત્રી ,તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ,તાલુકા પંચાયત પ્રમુખ વગેરે ઉપર એકબીજાના સહકારથી કોઈપણ જાતના કામો કર્યા વગર કોન્ટ્રાક્ટરની સાથે મળી જઈ કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો કરતી અને આવા આક્ષેપો કરતી અરજી પરત ખેંચી લેવા દબાણો થતા હોવાની રજૂઆત નિવાસી કલેકટર ને લેખિત અરજી આપી કાલોલના માજી ધારાસભ્ય અને પંચમહાલના માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ ની હાજરી મા આપેલું વધુમાં સરકારી અધિકારીઓ ગ્રામજનોની લેખિત રજૂઆત ની કોઈ તપાસ કરતા નથી અને આક્ષેપિત કર્મચારી ઓને સાથે વાતચીત કરી જતા રહે છે તેવા આક્ષેપો કરી ગ્રામજનોએ આવેદનપત્ર આપેલ બીજી તરફ આવેદનપત્ર આપ્યા બાદ પંચમહાલ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ રાજપાલ સિંહ જાદવ તથા કરોલીના ગ્રામજનો ને હાજર રાખી કેટલાક તત્વો સરકારને બદનામ કરવા માટે ખોટી ખોટી અરજીઓ કરી રહ્યા છે અને આવી અરજીઓ દફતરે કરી દેવાની રજૂઆત કલેકટર કચેરીમાં કરી કેટલાક તત્વો પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાના લખાણો સાથે લેખિત આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.કરોલી ગામની સરકારી દુકાનના સંચાલક અને એક ગ્રામજન દ્વારા ખોટા ખોટા આક્ષેપ સાથે અરજી આપી છે પરંતુ ગ્રામ પંચાયત માં ઠરાવો થયા બાદ વિકાસ ના કામો થયેલ છે અને તેનું રેકર્ડ પંચાયત ખાતે રાખેલ છે તથા સિંચાઇ લાભાર્થી ભાઈબહેનો ને જોબકાર્ડ દ્વારા કામગીરી કરેલ છે અને મજુરીના નાણાં જોબકાર્ડના ખાતામા જમા થયેલ છે તેવી રજુઆત કરી અરજી દફતરે કરવા જણાવેલ છે. આંતરિક સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ આગામી ૨૦૨૨ ની કાલોલ વિધાનસભાની ચૂંટણીમાં સંભવિત ઉમેદવાર ની દાવેદારી ને અટકાવવાના ભાગરૂપે આવા આક્ષેપો કરવામા આવી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે કાલોલ નું રાજકારણ આગામી દિવસોમાં કેવા વળાંકો લે છે તે જોવુ રહ્યુ.
કરોલી ગામના વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર અને અરજી પરત ખેંચી લીધી હોવાની રજૂઆત ના દ્રશ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here