પંચમહાલ જિલ્લામાં ભોપાલ ગેસકાંડનું પૂર્ણાવતન થતું થતું રહી ગયું… તંત્રની ઊંઘ ક્યારે ઉડશે…!!?

ગોધરા,(પંચમહાલ) સાજીદ શેખ :-

આપણા ભારત દેશ સહિત વિશ્વના અનેક દેશોમાં ઘણી બધી કુદરતી હોનારતો તેમજ આકસ્મિક બનાવો બનતા રહ્યા છે, અને કદાચ દુનિયાના અંત સુધી બનતા રહેશે… એ કુદરતી આફતોનો દોષ કોઈના માથે ના ઢોળી શકાય, કરણ કે એ આપણા કર્મ અને નશીબની વાત લેખાય… પરંતુ અમુક એવી આફતો હોય છે કે જેને ભુલાવવું મુશ્કેલ જ નથી નામુંકીન બની જાય છે.અને એ આફતોના કાળા પડછાયા ફરી વળીને પોતાના અંધકારની યાદો તાજી કરવતા રહે છે. જેમ વર્ષ 1984 2/3 ડિસેમ્બરે એટલે કે ભારતના મધ્ય બિંદુ સમાન ભોપાલ શાહેરમાં યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લી. નામની કંપનીમાં રાસાયણિક ઝેરી ગેસ લીક થવાના કારણે અસંખ્ય માનવજીવોનો દયનીય રીતે ભોગ લેવાયો હતો, તેમજ કેટલાય લોકોએ ગંભીર બીમારીઓની પીડા સહન કરી પોતાની નયન દ્રષ્ટિ ગુમાવી હતી તેમજ આજે પણ અનેક પરિવારો, એ અણુકેલાયેલ કોઈની ભુલનો ભોગ આપતા હોય એમ ખોડ ખાપણ વાળું જીવન જીવી રહ્યા છે.

ભોપાલ શહેરના મધ્યમાં બનેલ એ કલંકીત ઘટનામાં યુનિયન કાર્બાઇડ કંપનીમાં અચાનક શુ થયું…!! કે પછી જીવંત બૉમ્બ સમાન ઝેરી ગેસ સંગ્રહ સંચાલનમાં ભૂલ આવી જેથી ભારે માત્રામાં સંગ્રહ કરેલ ઝેરી રાસાયણિક કેમિકલ ગરમ થઈને વાયુ વેગે હવામાં પ્રસરાઈ આજુ બાજુમાં રહેતી ગરીબ ગભરુ પ્રજાના નિર્દોષ જીવોને પોતાની સાથે ઉડાવી ગયો… આ બનાવ બનતા સમસ્ત દેશ સહિત વૈશ્વિક સ્તરે જાણે કે લોકોના શરીરમાં ધરતીકંપ આવ્યો હોય એમ ધ્રુજારી ચઢી ગઈ હતી. અને તે સમયના કુતનીતિથી છલકાયેલા રાજકારણે એ માનવભક્ષી બનાવને બનવા કારક અકસ્માત ગણાવી પોતાનો લુલો બચાવ કરી લીધો હતો. અને એ બનાવનો રાક્ષસી માલિક એન્ડરસન મનોમન હરખાઈ રહ્યો હતો. તેમજ એ બનાવમાં ભોગ બનનારના પરિવારજનો આજે પણ 2 ડિસેમ્બરને યાદ કરીને લોહીના આંશુ વહાવી રહ્યા હશે…

એજ રીતે આજે પંચમહાલ જિલ્લાના આંતરિયાળ વિસ્તાર એવા ઘોઘંબા તાલુકાના લોકો રણજીતનગર, જીતપુરામાં આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ લી. કંપનીને લઈને ચિંતાતુર બની ગયા છે.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના જીતપુરા ગામમાં આવેલ G F L કંપનીમાં રેફ્રિજરન્ટ ગેસનું ઉત્પાદન કરવામાં આવે છે, જેના ભયાવહ પ્રદુષણના કારણે છેલ્લા કેટલાય સમયથી G F L કંપનીની આજુબાજુના ગામો જીતપુરા, રણજીતનગર, નાથકુવા અને કંકોડાકોઈ ના ગ્રામ્યજનો હેરાન પરેશાન થઈ ગયા છે. G F L કંપનીના લોભ લાલચમાં નીકળતા પ્રદુષણના પાપે ગ્રામ્યજનોને ગળાના ભાગે બળતરા થવી, ત્વજાને અસર થવી, માનસિક મૂંઝવણ, ચક્કર, ઉબકા, માથાના દુખાવા સહિત ફેફસાની બીમારી અને ચામડીના રોગોથી પીડાઈ રહ્યા હોવાની બૂમો ઉઠી રહી છે તેમજ અમૂક જગ્યાએ તો ખેતી લાયક જમીન નકામી બની ગઈ છે જ્યારે બોર મોટરનું પાણી લાલ રંગનું થઈ ગયું છે. આવી અનેક સમસ્યા સાથે G F L કંપનીની આજુબાજુ વસતા ગ્રામ્યજનો જીવી છે અને જાણે કે પોતે કોઈ પાપ કર્યો હોય અને G F L નું સંચાલન મંડળ તેઓને સજા આપી રહ્યું હોય એ પ્રકારનું રીબાઈ રીબાઈને જીવન નિર્વાહ કરી રહ્યા છે.

G F L કંપનીના પ્રકોપ તળે આવા કપરાકાળમાંથી પસાર થતા ગ્રામ્યજનો માંડ માંડ દિવસો વિતાવી રહ્યા હતા અને અચાનક ગત રોજ G F L કંપનીમાં એક તીવ્ર ધડાકા સાથે વિસ્ફોટ થતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા, એક સમયે તો G F L ની આજુબાજુ ના ગામો સહિત ઘોઘંબા સુધી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, લોકોને એવું હતું કે ઝેરી ગેસથી સંગ્રહ કરેલો પ્લાન્ટ ફાટી પડ્યો છે અને આ ગગનચુંબી ધુમાડા એ ઝેરી ગેસના ઉઠી રહ્યા છે. પરંતુ ઈશ્વર અલ્લાહની કૃપા કહો કે પછી કુદરતનો ઈશારો… G F L કંપનીમાં બોયલર ફાટી પડતા આગના આતંકે ઝેરી ગેસ પ્લાન્ટને કઈ નુકશાન ના ક્યોં.. નહીં તો આજે ઘોઘંબા સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં કિલકારીઓ સંભળાઈ રહી હોત…

તજજ્ઞોના જણાવ્યા અનુસાર G F L કંપનીની ગત રોજની ઘટના કુદરતનો એક ઈશારો છે, જવાબદાર પ્રસાશનને હજુ પણ પોતાની આંખો ઉઘાડી G F L કંપનીના પ્રદુષિત આતંકને રોકવો જોઈએ… અને અમૂક જાણકારોના મત મુજબ તો G F L કંપનીને તાત્કાલિક બંધ કરાવી આવનાર અનહોની ને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ…

પરંતુ હવે જોવું રહ્યું કે વર્ષો વરસથી એક ધાર્યું પ્રદુષિત શાસન કરનાર અને નામ પૂરતી સાવચેતી તેમજ સેવાકાર્યોનો દેખાવો કરનાર G F L કંપનીને કોઈ રોકે છે…!!? ટોકે છે…!!? અને આ બનાવની કેટલી અસર ક્યાં મંત્રી સંત્રીના બારણે કેટલી હદ સુધી અથડાય છે…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here