પંચમહાલ જિલ્લામાં પ્રભારીમંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ગોધરા પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન યોજાશે

પૂર્વ તૈયારીઓના ભાગરૂપે રિહર્સલ યોજાયું, જિલ્લા કલેક્ટરશ્રીએ તૈયારીઓની સમીક્ષા કરી

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકાનાં અમલ સાથે કાર્યક્રમ યોજાશે

પંચમહાલ જિલ્લામાં આગામી 26મી જાન્યુઆરી, 2022નાં 73મા પ્રજાસત્તાક દિનનો ઉજવણી કાર્યક્રમ ગોધરાના પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાના પ્રભારી અને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાશે. કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 09.00 કલાકે કેબિનેટમંત્રીશ્રીનાં વરદહસ્તે ધ્વજવંદન અને સલામી યોજાશે. ત્યારબાદ મંત્રીશ્રી દ્વારા ઉદબોધન અને પ્રશસ્તિપત્રનું વિતરણ કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લાના વિશિષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓ-કર્મચારીઓ-અધિકારીઓને મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવશે. ત્યારબાદ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે ગોધરા પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે રિહર્સલ યોજાયું હતું. જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાએ પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી ફેરફારો અંગે સૂચના-માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીએ પરેડ કાર્યક્રમ સુચારૂરૂપે યોજાય તે માટે કોરોના સંક્રમણ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને ધ્વજવંદન, બેઠક વ્યવસ્થા, પ્રમાણપત્ર વિતરણ, વૃક્ષારોપણ, પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ વિશે વિગતવાર માહિતી મેળવી વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. પ્રજાસત્તાક દિનને ધ્યાનમાં રાખીને જિલ્લાની સરકારી કચેરીઓને રોશની કરી શણગારવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here