પંચમહાલ જિલ્લામાં પદ્મ એવોર્ડ માટે અરજીઓ મંગાવાઈ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

કલા, સાહિત્ય સહિતના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ ઉપલબ્ધિઓ મેળવનાર પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, અને પદ્મશ્રી એવોર્ડ માટે અરજીઓ મોકલી શકશે

ભારત સરકાર દ્વારા દેશના ઉચ્ચતમ એવોર્ડ એવા પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, અને પદ્મશ્રી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જેમણે કલા, સાહિત્ય, શિક્ષા, રમત-ગમત, ચિકિત્સા, સામાજિક કાર્ય, વિજ્ઞાન અને એન્જિનિયરીંગમાં ઉત્કૃષ્ટ ઉપલબ્ધિઓ મેળવી હોય તેવા વ્યક્તિઓ https://padmaawards.gov.in પોર્ટલ ઉપર જઇ ઓનલાઇન અરજી કરી શકશે. આ અરજીની હાર્ડ કોપી સિનિયર કોચ, જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર, કનેલાવ, આસારામ આશ્રમ પાસે, ગોધરા જિ-પંચમહાલ ખાતે તા.૦૯/૦૭/૨૦૨૧ સુધીમાં જમા કરવાની રહેશે. વધુ માહિતી માટે સિનિયર કોચશ્રી, પ્રતાપ પસાયાનો મો.૯૪૨૭૫૯૫૫૩૦ પર સંપર્ક સાધવા સિનિયર કોચની અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here