પંચમહાલ જિલ્લામાં ચૂંટણી સંબંધિત કોઇ રજૂઆત હોય તો નાગરિકો ચૂંટણી નિરીક્ષકશ્રીઓ સાથે ફોનથી અથવા રૂબરૂ સંપર્ક કરી શકશે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની તા.૦૩/૧૧/૨૦૨૨ના રોજ જાહેરાત કરવામાં આવેલી છે. આ તારીખથી આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં સમાવિષ્ટ ૧૨૪-શહેરા, ૧૨૫-મોરવા હડફ (અ.જ.જા), ૧૨૬-ગોધરા, ૧૨૭-કાલોલ તથા ૧૨૮-હાલોલમાં તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાનાર છે.ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ પંચમહાલ જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખવા હેતુ ભારતના ચૂંટણી પંચ,નવી દિલ્હી દ્વારા ચૂંટણી નિરીક્ષકશ્રી (Observer)ની નિમણૂંક કરવામાં આવી છે.

૧૨૬-ગોધરા અને૧૨૭- કાલોલ વિધાનસભા મતવિભાગ માટે જનરલ ઓબ્ઝર્વરશ્રી ડૉ.કે.વાસુકી (IAS)ને ગોધરા વિશ્રામગૃહના પ્રથમ માળે, ચાંપાનેર કક્ષમાં બપોરના ૩.૩૦થી ૪.૩૦ દરમિયાન નાગરિકો રૂબરૂ મળીને ચૂંટણી સબંધી રજૂઆતો કરી શકશે તેમજ તેમના મોબાઇલ નંબર ૭૦૬૯૦-૩૨૯૮૩ પર ફોનથી સંપર્ક કરી શકશે.

૧૨૪-શહેરા,૧૨૫-મોરવા હડફ (ST) વિધાનસભા મતવિસ્તાર માટે,જનરલ ઓબ્ઝર્વરશ્રી શકિતસિંહ રાઠોર (IAS)ને ગોધરા વિશ્રામગૃહના પાવાગઢ કક્ષના, પ્રથમ માળે સવારે ૧૦.૦૦થી ૧૧.૦૦ કલાક સુધી નાગરિકો રૂબરૂ મળીને ચૂંટણી સબંધી રજુઆતો કરી શકશે તેમજ તેમના મોબાઇલ નંબર ૭૦૬૯૦-૩૨૯૫૦ પર ફોનથી સંપર્ક કરી શકશે.

૧૨૮-હાલોલ, વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વરશ્રી દેબા જયોતિ દત્તા (IAS)ને ગોધરા વિશ્રામગૃહના ચાંપાનેર કક્ષના, પ્રથમ માળે સાંજે ૫.૦૦થી ૬.૦૦ કલાક સુધી નાગરિકો રૂબરૂ મળીને ચૂંટણી સબંધી રજૂઆતો કરી શકશે તેમજ તેમના મોબાઇલ નંબર ૭૦૬૯૦-૩૨૯૫૧ પર ફોનથી સંપર્ક કરી શકશે.

૧૨૪-શહેરા,૧૨૫-મોરવા હડફ (ST) વિધાનસભા મતવિસ્તાર માટે ખર્ચ ઓબ્ઝર્વરશ્રી આર.સી.ચેતન (IRS)ને ગોધરા વિશ્રામગૃહના કડાણા કક્ષના, પ્રથમ માળે સાંજે ૫.૩૦થી ૬.૩૦ કલાક સુધી નાગરિકો રૂબરૂ મળીને ચૂંટણી સબંધી રજૂઆતો કરી શકશે તેમજ તેમના મોબાઇલ નંબર ૭૦૬૯૦-૩૨૯૮૧ પર ફોનથી સંપર્ક કરી શકશે.

૧૨૬-ગોધરા,૧૨૭-કાલોલ,૧૨૮-હાલોલ, વિધાનસભા મતવિસ્તાર માટે ખર્ચ ઓબ્ઝર્વરશ્રી અનુજ ગર્ગ (IRS)ને ગોધરા વિશ્રામગૃહના પાનમ કક્ષના, પ્રથમ માળે સાંજે ૫.૩૦થી ૬.૩૦ કલાક સુધી નાગરિકો રૂબરૂ મળીને ચૂંટણી સબંધી રજૂઆતો કરી શકશે તેમજ તેમના મોબાઇલ નંબર ૭૦૬૯૦-૩૨૯૮૨ પર ફોનથી સંપર્ક કરી શકશે.

૧૨૪-શહેરા,૧૨૫-મોરવા હડફ (ST), ૧૨૬-ગોધરા,૧૨૭- કાલોલ,૧૨૮-હાલોલ વિધાનસભા મતવિસ્તાર માટે પોલીસ ઓબ્ઝર્વરશ્રી રાહુલ શર્મા (IPS)ને ગોધરા વિશ્રામગૃહના મહી કક્ષના, ગ્રાઉન્ડ ફલોર રૂમ નં.૬ ખાતે સવારે ૧૦થી ૧૧ કલાક સુધી નાગરિકો રૂબરૂ મળીને ચૂંટણી સબંધી રજૂઆતો કરી શકશે તેમજ તેમના મોબાઇલ નંબર ૯૦૨૩૨-૫૭૮૫૭ પર ફોનથી સંપર્ક કરી શકશે.

પંચમહાલ જિલ્લાની જાહેર જનતા ચૂંટણી સંબંધિત કોઇ રજૂઆત હોય તો સંબંધિત વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી નિરીક્ષકશ્રીઓ(Observer) ને ઉપર જણાવેલા મોબાઈલ નંબર અથવા રૂબરૂ સંપર્ક કરી શકશે, એમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પંચમહાલ- ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here