પંચમહાલ જિલ્લાની વિધવા બહેનો માટે મજબૂત આધાર બની ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

47 હજારથી વધુ ગંગાસ્વરૂપા બહેનોને સહાયરૂપે જિલ્લામાં પ્રતિ માસ છ કરોડની ચૂકવણી

કચેરીનાં ધક્કા ખાવા ન પડે તે માટે ઘરઆંગણે મોબાઈલ એપ્લીકેશનથી ખરાઈની કામગીરી

પરિવાર માટે આજીવિકા રળતા પુરૂષ સભ્યનું અવસાન થાય ત્યારે આર્થિક રીતે તેમના પર આધારિત રહેલા પરિવાર માટે જીવન મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં પતિ ગુમાવી ચૂકેલ ગંગાસ્વરૂપા બહેનોને એક મજબૂત આર્થિક ટેકો પૂરો પાડવાના આશયથી સરકારે ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અમલમાં બનાવી છે. આ સહાય યોજના પંચમહાલ જિલ્લાની ગંગાસ્વરૂપા બહેનો માટે આર્શીવાદરૂપ બની રહી છે. જિલ્લાની કુલ 47wQbNPTDJp9hMYdvogK2hAUiHsGeiybwaWe36bwtRQ3UTpYV7YuZ8FV5j9nauFCWwcjM6dTzpL5s2N79Rp5unwdMvc8ZKU રૂપે ચૂકવવામાં આવી રહી છે. આવા જ એક લાભાર્થી ગોધરા તાલુકાનાં ધાણિત્રા ગામનાં હીરાબેન લાલાભાઈ સોલંકી જણાવે છે કે વર્ષ 2010માં તેમના પતિ એક અકસ્માતમાં અવસાન પામ્યા હતા. સંતાનો મોટા થયા બાદ ડેરીમાં અને એક સરકારી કચેરીમાં સેવા આપી રહ્યા છે પરંતુ વૃદ્ધાવસ્થામાં પોતાની આર્થિક સલામતીનું શું? તેવી ચિંતા કરતા હીરાબેન અને તેમના જેવા અનેક બહેનોની ચિંતા સરકારની આ યોજનાએ દૂર કરી છે. તેઓ જણાવે છે કે દર મહિને રૂ. 1250/-ની માસિક સહાયથી તેઓ પોતાના સામાન્ય ખર્ચાઓ બાબત નિશ્ચિંત રહે છે. જેના કારણે તેમને પોતાના ખર્ચ માટે દિકરાઓ પર આધારિત રહેવું નથી પડતું. હીરાબેન સંતોષ વ્યક્ત કરતા ઉમેરે છે કે હવે તો ખરાઈ કરવા માટે કચેરીનાં ધક્કા પણ નથી ખાવા પડતા. મામલતદાર કચેરી દ્વારા સહાય મંજૂર થયા બાદ લાભાર્થી બહેનોને ડીબીટી મારફતે સહાય સીધી તેમના ખાતામાં ચૂકવવામાં આવે છે. જો કે અત્યાર સુધી આ બહેનોએ હયાતિનું અને પુનલગ્ન કરેલ નથીનું વેરિફિકેશન કરાવવા માટે કચેરી સુધી જવુ પડતું હતું. જેનાં કારણે તેમને પડતી સમસ્યા સમજી સરકાર દ્વારા મોબાઈલ એપ્લીકેશનની મદદથી ઘેરબેઠા ખરાઈ કરવામાં આવી રહી છે. ગંગાસ્વરૂપા યોજનાનાં લાભાર્થી બહેનોએ વર્ષમાં એકવાર આવું વેરિફિકેશન કરાવવાનું હોય અને જુલાઈ માસમાં એફિડેવિટ કરાવવાનું હોય છે. આ એફિડેવીટ કરવામાં નાણા અને સમય ન બગડે તેથી મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા મોબાઈલ વેરિફીકેશન કરવામાં આવી રહ્યા છે. મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી રોહનકુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે સહાયરૂપે જાન્યુઆરી અને ફેબ્રુઆરી – 2022 એમ કુલ બે માસની એરીયર્સ સાથે કુલ 12,12,10,000/-ની રકમ ખાતામાં ચૂકવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here