પંચમહાલ જિલ્લાની તમામ કોર્ટોમાં આગામી તા.૧૩મી મે,૨૦૨૩ના રોજ રાષ્ટ્રિય લોક-અદાલત યોજાશે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

પક્ષકારોએ સંબંધિત કોર્ટમાં સંપર્ક કરી અરજી કરવાની રહેશે

નામદાર રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તા મંડળ-નાલ્સા, ન્યૂ દિલ્લીના આદેશથી તેમજ નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ,અમદાવાદના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તા.૧૩મી મે, ૨૦૨૩ શનિવારના રોજ પંચમહાલ જિલ્લા મથક ગોધરાની અદાલતો સાથે-સાથે શહેરા,મોરવા (હ.), કાલોલ,હાલોલ, ઘોઘંબા,જાંબુઘોડા તાલુકા મથકોની તમામ કોર્ટોમાં, નામદાર અધ્યક્ષ, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, પંચમહાલ અને પ્રિન્સીપલ ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટ જિલ્લા અદાલત પંચમહાલના અધ્યક્ષસ્થાને નેશનલ લોક-અદાલત યોજવામાં આવશે.

જેમાં તમામ પ્રકારના સમાધાનપાત્ર પેન્ડિંગ કેસો જેમ કે, ક્રિમીનલ કંમ્પાઉન્ડેબલ ઓફેન્સ, નેગોશીએબલ ઈનસ્ટુમેન્ટ એકટ-૧૩૮ હેઠળના કેસો, બેંક રિકવરીના કેસો, એમ.એ.સી.ટી. કેસો, મેટ્રીમોનીયલ કેસો, લેબર ડીસ્પ્યુટ કેસો, ઈલેકટ્રીક અને વોટર બીલ (ચોરીના નોન – કંપાઉન્ડેબલ સિવાય ) કેસો, સર્વિસ મેટર જેમાં પગાર ભથ્થાં અને નિવૃત્તિના લાભોને લગતાં કેસો, એલ.એ.આર., રેવન્યુ કેસો, અન્ય સીવીલ કેસો (રેન્ટ, ઈઝમેન્ટરી રાઈટસ, ઈન્જેકશન શુટ, સ્પેસીફીક પરફોર્મેન્સ શુટ ) અને પ્રિ-લીટીગેશન કેસો વિગેરે સમાધાન અર્થે મૂકી શકાશે.

નેશનલ લોક અદાલત થકી વધુમાં વધુ લોકો સમાધાનથી – વિવાદમુકત બને તે હેતુથી આ સમગ્ર આયોજન કરાશે.જેમાં સમાધાન કરવા ઈચ્છા ધરાવતા તમામ પક્ષકારોને સંબંધિત કોર્ટોનો અથવા જિલ્લા કાનુની સેવા સત્તા, ગોધરા, ડીસ્ટ્રીકટ કોર્ટ કંપાઉન્ડ, સીવીલ અને ક્રીમીનલ કોર્ટ બિલ્ડીંગ, બીજો માળ રૂમ નં.૩૨૩ ખાતે સંપર્ક કરવા સચિવશ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પંચમહાલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here