પંચમહાલ જિલ્લાના શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી નીકાળીને દેશભક્તિ અને રાષ્ટ્ર ભાવના સાથે નારા લગાવ્યા

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

“મારી માટી,મારો દેશ” – માટીને નમન,વીરોને વંદન

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને રાષ્ટ્રની માટીને વંદન કરવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘મારી માટી,મારો દેશ’ કાર્યક્રમનો આજથી પ્રારંભ થયો છે.
કાર્યક્રમના અનુસંધાને પંચમહાલ જિલ્લાની વિવિધ શાળાઓ ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી નીકાળીને દેશભક્તિ અને રાષ્ટ્ર ભાવના સાથે નારા લગાવ્યા હતા.આજરોજ ગોધરા શહેર ખાતે મુખ્ય રોડ,ચર્ચ પાસે
‘ધ ઇકબાલ યુનિયન,હાઇસ્કુલ’અને ઉન્નતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા “મારી માટી,મારો દેશ”સંદર્ભે યોજાયેલ પ્રભાત ફેરીમાં ઉત્સાહ અને ઉમંગથી ભાગ લીધો હતો. શાળાના શિક્ષકો સહિત વિધાર્થીઓએ દેશભક્તિ અને રાષ્ટ્ર ભાવના સાથે નારા લગાવતા આકાશ ગુંજી ઉઠ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here