પંચમહાલ જિલ્લાની ધી ઇકબાલ યુનિયન હાઇસ્કુલ, ગોધરાનો અનેરો પ્રયાસ સમગ્ર ગુજરાત રાજ્ય માટે પ્રેરણાત્મક બની રહેશે.

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

રાષ્ટ્રીય શિક્ષણ જગતમાં વિદ્યાર્થી કેન્દ્રી શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે. આ અભિગમની સફળતા માટે શાળામાં મનોવિજ્ઞાનની પ્રયોગશાળા હોય તે જરૂરી છે.

વિશ્વ ફલક પર નજર કરીએ તો આપણી આસપાસના જગતમાં સતત ઘટનાઓ બનતી રહે છે. આ સારી નરસી ઘટનાઓનાં કારણો શોધવાનો પ્રયાસ કરવાંમાં આવે, તો આપણને એક નવી જ ક્ષિતિજનો પરિચય થાય. આ ક્ષિતિજો વિસ્તરે અને તેમાંથી બને એક નવું વિજ્ઞાન. માનવ સ્વભાવ મુખ્ય લક્ષણ છે તેની જિજ્ઞાસાવૃત્તિ, તેના પરિણામરૂપે જ અનેક વિજ્ઞાનોનો જન્મ થયો છે.
માનવીએ તેની આસપાસની ઘટનાઓનાં રહસ્યો ઉકેલવાનો પ્રયાસ કર્યો અને તેમાંથી વિજ્ઞાનોનો ઉદય થયો, જેવાં કે ખગોળ વિજ્ઞાન, રસાયાણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન વગેરે.
જ્યારે એજ માનવીએ પોતાની જાતને તેમજ પોતાના અને અન્યના વર્તનને સમજવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમાંથી ઉદય થયો મનોવિજ્ઞાનનો.રાષ્ટ્રીય શિક્ષણ જગતમાં વિદ્યાર્થી કેન્દ્રી શિક્ષણ પર ભાર મૂકવામાં આવેલ છે. આ અભિગમની સફળતા માટે શાળામાં મનોવિજ્ઞાનની પ્રયોગશાળા હોય તે જરૂરી છે. વિજ્ઞાન માટે વિજ્ઞાનની પ્રયોગ શાળાને વિજ્ઞાન ખંડ, ભાષાની પ્રયોગ શાળા, ચિત્ર ખંડ, ઉદ્યોગ ખંડ વગેરે જેવા વિષયોમાં અલગ ખંડ જોવા મળે છે, તો મનોવિજ્ઞાન વિષયમાં અલગ પ્રયોગશાળા હોય તે જરૂરી છે. મનોવિજ્ઞાનના શિક્ષ્ણાકાર્ય માટે નિશ્ચિત કરેલ અલગ વ્યવસ્થા એટલે પ્રયોગશાળા. જ્યાં નિશ્ચિત અલગ જગ્યામાં મનોવિજ્ઞાનના શિક્ષણકાર્ય માટે શિક્ષક અને વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ જ્યાં ભેગા થતાં, વિચારોની આપ લે થતી હોય, કોઈ શૈક્ષણિક સાધનના ઉપયોગ વડે શિક્ષણકાર્ય થતું હોય, એકમ ઉપર આધારિત પ્રયોગકાર્ય થતું હોય એવી અલગ વ્યવસ્થા એ પ્રયોગ શાળાનું નામ આપવામાં આવે છે.
મનોવિજ્ઞાન પ્રયોગ શાળાનો હેતુ:
વિવિધ પ્રાયોગિક કાર્યના આયોજન માટે :
દસ્તાવેજી સામગ્રીની સમીક્ષા કરવા :
વિવિધ અધ્યયન મુદ્દાઓના સંદર્ભમાં સમીક્ષા કરવા :
દર્શન કાર્યક્રમ જોવા !
વિવિધ સ્પર્ધાનું આયોજન કરવાઃ
વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવા :
ધી ઇકબાલ યુનિયન હાઇસ્કુલ દ્વારા પંચમહાલ જિલ્લામાં પ્રથમ વખત મનોવિજ્ઞાન મેળાનું આયોજન તા. 26-09-2022 ના રોજ કરવામાં આવ્યું હતું. જેની ભવ્ય સફળતાથી પંચમહાલ જિલ્લા તથા ગુજરાત રાજ્યમાં તમામ શૈક્ષણિક સંસ્થા દ્વારા બિરદાવી હતી. જેમાં વિધાર્થીઓ દ્વારા બનાવેલ વિવિધ પ્રોજેક્ટ્સ, મોડેલ્સ જે ખરેખર અદ્ભૂત પ્રયાસને બિરદાવી શાળાના સંચાલક મંડળ, આચાર્યશ્રી, સુપરવાઇઝરશ્રી તથા શાળાના સ્ટાફગણ વિધાર્થીઓની તમામ પ્રવૃત્તિઓને વિશિષ્ટ રૂપ આપી પ્રયોગશાળાનું નિર્માણ કરવામાં આવ્યું જે અભિનંદનને પાત્ર છે. પ્રયોગશાળાના ઉદ્ઘાટન સમારોહમાં ધી પંચમહાલ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી, ગોધરાના પ્રમુખશ્રી રફીકએહમદ આલમ સાહેબ, રસાયણવિજ્ઞાન વિષયના નિવૃત શિક્ષક શ્રી એચ.એમ. પટેલ સાહેબ, આચાર્ય શ્રી સાદિક શેખ સાહેબ, સુપરવાઈઝરશ્રી આર. આર. પટેલ સાહેબ, મનોવિજ્ઞાન વિષયના શિક્ષકશ્રી અનીસ ઉમરજી સાહેબ તથા અભ્યાસ કરતાં વિધાર્થીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
વિદ્યાર્થીઓમાં મનોવિજ્ઞાનને લગતા વિવિધ કૌશલ્યનો વિકાસ થાય છે. મનોવિજ્ઞાન પ્રયોગશાળા માટે ઉત્સાહી આચાર્ય તેમજ શિક્ષકના પ્રયત્નોથી નડતી મુશ્કેલીઓ ઓછામાં ઓછી નડે તેવા પ્રયત્ન થઈ શકે. હાયર સેકન્ડરી વિભાગમાં આજે પ્રયોગશાળા એક અનિવાર્ય અને આવશ્યક બાબત બની ગઈ છે જેની પંચમહાલ જિલ્લાની ધી ઇકબાલ યુનિયન હાઇસ્કુલ, ગોધરા નોંધ લઈ અનેરો પ્રયાસ કર્યો છે. આ પ્રયાસ સમગ્ર ગુજરાત રાજ્ય માટે પ્રેરણાત્મક બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here