પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક એવા ગોધરા નગરમાં કોરોનાનો એક નવો પોઝિટીવ કેસ નોંધાયો

ગોધરા,

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

જિલ્લામાંથી હાલ સુધી ૩૦ સેમ્પલ મોકલાયા હતા, જે પૈકી ૨૬ નેગેટીવ આવ્યા અને ૦૨ પોઝિટીવ રહ્યા છે તેમજ બે ના સેમ્પલ ફરીથી મોકલાયા છે.

ચાંદ પર આશિયાના બનાવવાની વાતો કરનારા સર્વ શ્રેષ્ઠ પ્રાણી એટલે માનવી આજે અદ્રશ્ય કણોનાં ગંભીર હુમલાઓથી હેરાન પરેશાન થઇ ગયા છે. માનવ જીવનનાં દુશ્મન બનેલા આ અદ્રશ્ય કણો કોરોના વાયરસના નામે આજે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યા છે, જગત જમાદાર એવા અમેરિકાનાં પાંચ લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે અને હજારો લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે. તેમ છતાં આજે પણ અમેરિકા નિરાધારની જેમ હાથ પર હાથ મૂકી કોઈ ચમત્કારની રાહ તાકી રહ્યું છે, અને જે દેશએ આ કોરોના વાયરસને જન્મ આપ્યો એ દેશ એટલે કે ચીન આજે આરામથી કોરોનાંનો ઈતિહાસ લખી રહ્યું હશે.

કોરોના વાયરસએ ભારતમા પણ કોહરામ મચાવવાની શરૂઆત કરી દીધી હતી, પરંતુ સદભાગ્યે ભારત સરકારે સમય સૂચકતા જોઈ સમસ્ત દેશમાં સામાજિક અંતર જાળવવા ૨૧ દિવસ સુધીના લોકડાઉનની જાહેરાત કરી દીધી હતી. જેના કારણે આજે લોકડાઉનનાં ૨૦ માં દિવસ સુધી ગુજરાત રાજ્યમાં ટોટલ ૫૪૦ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને સમગ્ર દેશમાં આશરે ૯ હજાર જેટલા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમજ આજે પંચમહાલ જિલ્લામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જિલ્લા કલેક્ટરશ્રીના જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લામાંથી અત્યાર સુધી કુલ ૩૦ સેમ્પલ ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા, જે પૈકી ૨૬ના રિપોર્ટ નેગેટીવ રહ્યા હતા તેમજ ૨ નો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. અગાઉ એક કોરોના પોઝિટીવ શખ્સનું વડોદરા ખાતે સારવાર દરમિયાન અવસાન થયું હતું. ર વ્યક્તિઓના સેમ્પલ ફરીથી મોકલવાના થયા છે.
જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૨૮૦ વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવી છે, જે પૈકી ૧૧૦૮ વ્યક્તિઓએ ક્વોરેન્ટાઈનનો સમયગાળો પૂર્ણ કરેલ છે જ્યારે ૧૩૪ વ્યક્તિઓનો હોમ ક્વોરેન્ટાઈનનો સમયગાળો હજી ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here