અમરેલી જિલ્લામાં પસાર થતી સૌની યોજનાનું પાણી છોડી ડેમ, નદી, નાળ, ચેકડેમ ભરવા બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની મુખ્યમંત્રીશ્રીને રજુઆત

બાબરા,

પ્રતિનિધિ :- હીરેન ચૌહાણ

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા મુખ્યમંત્રી શ્રી ને રજુઆત જે સૌની યોજના મારફત સૌરાષ્ટ્રના તેમજ અમરેલી જિલ્લાનાં પાઇપની કામગીરીનું કામ પુર્ણ થયેલ છે અને તે અમરેલી જિલ્લામાં મારા મતવિસ્તાર બાબરા તાલુકાનાં ખંભાળા થી પાઇપલાઇન નીકળી અમરેલી કુંકાવાવ તાલુકાના વડીયા થી આગળ જાય છે. તેની કામગીરી પુર્ણ થયેલ છે અને ટેસ્ટીંગ પણ પુર્ણ થયેલ છે. હાલ કોરોના વાયરસના કારણે ભારત તેમજ ગુજરાત લોકડાઉન છે. ઉનાળાની ગરમી શરૂ થતા પાણીની સમસ્યા સર્જાય છે. લોકોને તેમજ પશુઓને પાણી મળવું દુષ્કળ બનતુ જાય છે. મહી પરી એજ તેમજ નર્મદા નું પાણી પુરૂ પાડતી પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇન ગ્રામ્ય કક્ષાએ જતાં જુની હોવાને કારણે અવાર-નવાર ફોલ્ટ સર્જાય છે. ખેડુતોને તેમજ સિંચાઇ વિભાગના ડેમ તળાવો ભરવા માટે સૌની યોજનાનું કામ જે થયેલ છે તેના મારફત બાબરા તાલુકાનાં ખંભાળા પાસે સુખપુર તેમજ નિલવડા પાસે લીલાભંગ અને લાલકા સિંચાઇ યોજના, બાબરા કાળુભાર કરીયાણા સિંચાઇ યોજના તેમજ લાઠીને ફાયદા કારક ગાગડીયા નદીમાં પાણી છોડવા, બાબરાના ચમારડી ઠેબી સિંચાઇ યોજના જેના કારણે અમરેલીને પણ લાભ મળી શકે. બાબરા તાલુકાનાં કુંવરગઢ, વાલપુર, ઇંગોરાળા આસપાસ લાભ મળી શકે, બળેલ પીપરીયા તેમજ મોટા દેવળીયા, ગોંડલ તાલુકાનું વાસાવડ કુંકાવાવ તાલુકાની જીથુડી નદી તેમજ લાખાપાદર થી ઉપર જતાં ગામડાઓમાં ચેકડેમ તળાવોને લાભ મળે તે માટે આ યોજનાનું કામ પુર્ણ થયેલ છે અને તેવું ચેકીંગ પણ પુર્ણ થયેલ છે હવે માત્ર મોટરો ચલાવીને આ યોજનાનો લાભ ગામડાઓને મળી શકે તે માટે પાણી છોડવા આપને પત્રથી ભલામણ સહ વિનંતી કરી રહ્યો છું. તો તુર્ત જ આ અંગે સત્વરે નિર્ણય કરવા જરૂરી આદેશો આપવા માટે મારી વિનંતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here