પંચમહાલ : છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા અરોપીને પકડી પાડતી ગોધરા તાલુકા પોલીસ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જીલ્લા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ એસ ભરાડા સાહેબ તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓ તરફથી પોલીસ સ્ટેશનના ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવા માટે સુચના આપેલ હોય અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.રાઠોડ સાહેબ ગોધરા વિભાગ ગોધરાના જરૂરી માર્ગદર્શન આધારે પો.ઇન્સ.શ્રી પી.કે.અસોડા દ્વારા ગોધરા તાલુકા પો.સ્ટેસી પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૭૦૨૪૨૨૦૪૮૪/૨૦૨૨ પ્રોહી એક્ટ કલમ૬૫ એ,૬૫ ઇ,૮૧,૮૩,૯૮(૨),૧૧૬(બી) મુજબના ગુનાનો આરોપી છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો હોય સદર આરોપીની પો.ઇન્સ. શ્રી પી.કે.અસોડા સાહેબ નાઓએ અંગત બાતમીદારો રોકી માહિતી મેળવતા બાતમી મળેલ કે સદર નાસતો ફરતો આરોપી નવીન ઉર્ફે પીન્ટુ-પ્રવિણભાઇ પટેલ રહે નદી ફળીયુ બલપુરા તા.ગોધરા જી.પંચમહાલ નાઓ પોતાના ઘરે હાજર હોય તેવી ચોક્કસ બાતમી આધારે ગોધરા તાલુકા પો.સ્ટે ઓરવાડા ઓ.પી. એ.એસ.આઇ. સેજલ આર પંડયા તથા હૈ કો રામસિહ ભીખુસિંહ તથા ઓપીના પોલીસ માણસોને બાતમી હકીકતથી વાકેફ કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપી કાયદેસર કરવા સુચના કરતા તેઓએ બાતમીવાળી જગ્યાયે જઇ સદર આરોપીને શોધી પકડી પાડી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here