પંચમહાલ : ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા વિદ્યાલય ગોધરા ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત યોજાઈ ચિત્રસ્પર્ધા

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી SWEEP એક્ટિવિટી અંતર્ગત દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ’ અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા વિદ્યાલય ગોધરામાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૮ ઓગષ્ટ ૨૦૨૨ ના રોજ એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ૭૦ જેટલા મૂક બધિર દિવ્યાંગ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ ચિત્ર સ્પર્ધાની મુખ્ય થીમ “દિવ્યાંગો માટે સુગમ્ય મતદાન પ્રક્રિયા” હતી. જેમાં ચૂંટણી આયોગ દ્વારા દિવ્યાંગો માટે જાહેર કરવામાં આવેલી મોબાઈલ એપ્લીકેશનને લગતા ચિત્રો પણ વિધાર્થીઓ દ્વારા દોરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here