નસવાડી ના તણખલા ખાતે પરીક્ષાાર્થીઓનું ફુલ ચોકલેટ આપી સ્વાગત કરાયુ

આજરોજ તણખલા ખાતે પરીક્ષા આપનાર ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓનુ શાળા પરિવાર દ્રારા તિલક કરી ફુલ આપી ચોકલેટ આપી શુભેચ્છા આપવામા આવી હતી અને પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ સારી રીતે પોતાનુ પેપર લખે બીક વગર અને સારા ગુણોથી પાસ થાય અને આગળ વધે તેવી શુભકામનાઓ આપવામા આવી હતી અને છોટાઉદેપુર જિલ્લામાં લગભગ પચીસ હજાર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે અને આ પરીક્ષા એ છેલ્લી પરીક્ષા નથી અને આ પરીક્ષા મા ખરા ઉતરી પોતાનુ ભવિષ્ય બનાવે અને ધોરણ દસ પછી આગળ ઘણી જગ્યાઓ છે કે ત્યાં એડમિશન મળે જેવી જેની મહેનત હશે એ રીતે આગળ વધશે અને ભવિષ્ય સુધરે જે લોકો ધોરણ દસ મા સારા માર્ક્સ થી પાસ થાય એવા વિદ્યાર્થીઓ સાયન્સ ડિપ્લોમા એન્જીનીયરીંગ વગેરે કરી શકેછે અને પોતાનુ ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે.બીજુ કે શિક્ષકો પોતાની મહેનત કરી ભણાવે છે અને વિદ્યાર્થીઓ સારૂ ભણી આગળ વધે એવી આશા શિક્ષકોને પણ હોય છે અને ધોરણ દસ પછી સારા માર્ક્સ થી પાસ થયેલા વિદ્યાર્થીઓ આગળ ભણી કોઈ ડૉક્ટર એન્જિનિયર વગેરે બને તેવી આશા સાથે તણખલા ઝેડ.ટી.પટેલ સાર્વજનિક વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને શિક્ષકો દ્રારા પુષ્પગુચ્છ આપી કપાળે તિલક કરી શુભકામનાઓ આપવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here