નવ નિયુકત હોદ્દેદારોની દેખરેખ હેઠળ કાલોલમાં નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સેનેટાઇઝર કરવામાં આવ્યું…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલમાં વધી રહેલા કોરોના ના કેસને પગલે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી છે. હાલમાં જ નાયબ કલેકટરની ઉપસ્થિતિમાં બેઠક પણ યોજી અને કોરોના સામે લડત આપવા સાવધાની રાખવા તથા માસ્ક પહેરીને બહાર નીકળવા, આરોગ્ય ટીમને સાચી માહિતી આપવા અને સહકાર આપવા જણાવ્યું હતું. ગુરૂવારના રોજ કાલોલના વોર્ડ નંબર સાતમાં આવેલા ગાંધી ફળિયા, પરવડીબજાર કે જે વિસ્તારમાં કોરોનાના કેસો આવેલા હતા અને હાલમાં જ વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારને કલસ્ટર મુક્ત જાહેર કરવામાં આવ્યો છે ત્યાં અગમચેતીના ભાગરૂપે કાલોલ નગરપાલિકા ના નવનિયુક્ત પ્રમુખ અને તેઓની ટીમ તથા મુખ્ય અધિકારી ની સીધી દેખરેખ હેઠળ મીની ફાઈટર દ્વારા સેનેટાઈઝર કરવામાં આવ્યું હતું તમામ રહેણાંક તથા દુકાનોની નજીકમાં કેમિકલયુક્ત પાણી નો છંટકાવ કરવામાં આવેલ પાલિકા દ્વારા તમામ વોર્ડ માં આ પ્રમાણે સેનેટાઈઝર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here