ફીટ ઈંડીયા મુવમેંટ અંતર્ગત કાલોલની બોરૂ પ્રાથમિક શાળા તરફથી ઓનલાઇન ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનનું આયોજન…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૧૪/૦૮/૨૦૨૦ ના રોજ ભારત દેશના નાગરિકો માટે ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ ખુલ્લી મુકવામાં આવી હતી. “હમ ફીટ તો ભારત ફીટ “ ના સુત્રને ચરિતાર્થ કરવા ગુજરાત રાજ્યના જિલ્લા-તાલુકા,શહેર અને ગામના પ્રત્યેક નાગરિક ફીટનેસ અને એક્ટિવ લીવીંગને પોતાના જીવનનો એક ભાગ બનાવે તે અત્યંત જરૂરી જણાય છે. ફીટ ઈંડીયા મુવમેંટ અંતર્ગત બોરૂ પ્રાથમિક શાળા તરફથી એક ઓનલાઇન ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાના મુખ્ય શિક્ષક ગૌરાંગ જોશીએ જણાવેલ કે સ્વસ્થ જીવનશૈલી અપનાવવા નાગરિકોમાં શારીરિક અને માનસિક પરિવર્તન આણવાના ઉદ્દેશ સાથે આ રનનું આયોજન સામાજિક અંતર જાળવવા સાથે પોતાને ફીટ રાખવા માટેની આવશ્યક્તાને ધ્યાને રાખી કરવામાં આવેલ છે. બાકરોલ ક્લસ્ટર કોર્ડીનેટર ચંદ્રકાંત સુથાર દ્વારા ફ્રીડમ રનને પ્રસ્થાન કરાવી સૌને તૈયાર થઈ જાઓ અને શારીરિક તંદુરસ્તી મેળવી કોરોના મુક્ત ભારતનું નિર્માણ કરીએ ની હાકલ કરી હતી. ગાંધી જયંતી સુધી આ દોડમાં બોરૂના તમામ નાગરીકો પોતાનો તથા પોતાના પરીવારજનો સાથે દોડશે આજ દિન સુધી ૨૪૭ પ્રતિભાગીઓ એ ઈ પ્રમાણપત્રો મેળવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here