નર્મદા : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં એક સાથે પાંચ કેસો પોઝીટીવ આવતા તંત્રમાં ભારે દોડધામ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લામા કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 30 ઉપર પહોંચી

નર્મદા જિલ્લામાં અગાઉના સારવાર હેઠળના ચાર દર્દીઓને રજા અપાઈ અને પાંચ દર્દીઓ નવા આવતા હાલ ૮ દર્દીઓ સારવાર હેઠળ

પોતાના પુત્રોને માતા દશ દિવસ બાદ મળતા ભાવુક દ્રશ્યો સર્જાયા

નર્મદા જિલ્લામા આજે શનિવારના રોજ કોવિડ 19 કોરોના પોઝિટિવના કુલ પાંચ કેસ પ્રકાશમા આવતા તંત્રમા ભારે દોડધામ મચી હતી. આ સાથે જિલ્લામા કુલ 30 કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં હાલ ૭ દર્દીઓ રાજપીપળા ખાતેની કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હતાં તેમાથી ચાર દર્દીઓને આજે રજા આપવાની સાથે જ નવા પાંચ કેસોનો ઉમેરો થતા હાલ કુલ-૮ દર્દીઓ સારવાર હેઠળ છે.

દર્દીઓને રજા આપતા તેમના પરિવાર સાથે મળતા ખુશી છવાઈ હતી, પુત્ર કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હોય માતા દશ દિવસ બાદ મળતા ભાવુક બની ગઇ હતી.

આજે નવા આવેલા પોઝિટિવ કેસમાં નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના અકતેશ્વરના (1) ચિરાગ ભરત પટેલ, અમદાવાદ તરફથી આવેલાં હતા. (2) ગીરીશભાઈ મનસુખભાઈ તડવી, રહે,ગડોદ કડી કલોલ તરફથી આવ્યાં,(3) મનીષાબેન વિક્રમભાઈ તડવી, રહે.ઓરપા તેઓ સુરતથી આવેલાં (4) ઈલમભાઈ હીરા સીધી તેઓ રાજસ્થાન બાડમેર તરફથી આવ્યાં હતા (5) લક્ષમણભાઈ ભાણાભાઈ તડવી, રહે.ખડગદા મુંબઈથી આવેલાનું આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું.
આ તમામના સેમ્પલો તા.12 જૂને રિપોર્ટમાં મોકલવામા આવેલા જેના રીપોર્ટ આજે તા.13 જૂનના પોઝીટીવ આવ્યા હતાં.

પોઝિટિવ કેસો પ્રકાશમા આવ્યા છે તેમની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળ્યું છે. આજના તમામ પોઝિટિવ કેસો ગરુડેશ્વર તાલુકાના હોય વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગરુડેશ્વર તાલુકામા જ આવેલ હોય ને પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લુ મૂકવામાં આવશે તો તેની અસર પ્રવાસીઓના આવાગમન પર કેટલી પડે છે એ આવનારા દિવસોમાં માલુમ પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here