નર્મદા જીલ્લા ના ધારીખેડા ની સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સ માં સફળ પ્રસુતિ કરાવી ભરૂચ 108 ફરી બની જીવન સંજીવની

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

એમ્બ્યુલન્સ માં રાજપીપળા સરકારી દવાખાના માં પ્રસુતા ને લેવાતા સજવા ગામે પીડા વધતા તબીબો ના માગૅદશૅન હેઠળ સારવાર કરતા બાળક નો એમ્બ્યુલન્સ માંજ જન્મ

ભરૂચ 108 ઈમરજન્સી સેવા 365 દિવસ લોકોનો જીવ બચાવવા માટે હર હંમેશા તૈયાર અને તત્પર રહે છે તેનાજ ભાગરૂપે ગતરોજ તારીખ ૫ એપ્રિલ ના સાંજે ઉંમલ્લા 108 ઈમરજન્સી સેવાને ધારિખેડા સુગર ફેકટરી નો પ્રસુતી ના દુખાવાનો ઈમરજન્સી કોલ ધારિખેડા સુગર ફેકટરી મળતા ઉમલ્લા 108 ઈમરજન્સી સેવા ગણતરીના સમયમાં આરતીબેન પ્રેમચંદ પવાર ના ઘરે પહોંચી ગઈ હતી ત્યાં ધારિખેડા સુગર ફેકટરી ના પ્રેમચંદભાઇ ની પત્ની આરતી બેન ને પ્રસ્તુતી નો દુખાવો ઉપડતા તેઓને ઈ એમ ટી વસાવા ભાવેશ અને પાયલટ વસાવા રવીન્દ્ર ધારિખેડા સુગર ફેકટરી થી ન્યુ સિવિલ રાજપીપળા લઈને જઈ રહ્યા હતા તે સમયે સજવા ગામ નજીક આવતા સગર્ભા ને અસહ્ય પ્રસૂતિ ની પીડા ઉપડતા ઇ એમ ટી ભાવેશભાઇ એ પાઇલટ રવિન્દ્રભાઇ ને કહી એમ્બ્યુલન્સ સાઇડ માં ઉભી રખાવી કીટ તૈયાર કરી ડોક્ટર ના માર્ગદર્શન હેઠળ થોડી જ ક્ષણોમાં એમ્બ્યુલન્સ માં જ સફળ પ્રસૂતિ કરાવી હતી સગર્ભા એ તંદુરસ્ત બાળક ને જન્મ આપ્યો હતો અને જરૂરી સારવાર આપી માતા અને બાળકી ને નજીકની સુર્યા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં બંને ની તબિયત સારી હોવાનું જણાવેલ છે ત્યારબાદ તેમના ઘરમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને તેઓએ 108 ઇમર્જન્સી સેવાના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.આ બાબતની જાણકારી ભરૂચ 108 ઈમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર ચેતન ગઢે તેમજ જિલ્લા સુપરવાઇઝર ઇરફાનભાઇ દીવાને આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here