ડેડીયાપાડા પોલીસે જુગારધામ પર રેડ કરી રૂ.1.87 લાખનાં મુદ્દામાલ સાથે 7 જુગારીઓ ને ઝડપી પાડયા

ડેડીયાપાડા, (નર્મદા) આશિક પઠાણ :-

પોલીસની રેડ થતાં 4 જુગારીઓ ફરાર થતાં વોન્ટેડ જાહેર કરાયા

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે ચાલતા જુગારધામ ઉપર પોલીસે રેડ કરી જુગારીયાઓ ને ઝડપી પાડી તેમની પાસે થી રૂપિયા 187266 નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા ની ક્લમ હેઠલ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા પોલીસે ડેડીયાપાડા નાં જુના સરકારી દવાખાના પાછળ આવેલ ખુલ્લા કાચા છાપરામાં તથા પતરાની ખુલ્લી કેબીનમાં જુગાર પર છાપો મારતા ત્યાંથી જુગાર રમતા (૧) અનુલકુમાર અમરસિંગભાઇ વસાવા,ડેડીયાપાડા (ર) જીતેન્દ્રભાઇ સામસિંગભાઇ વસાવા રહે, ટેકવાઇ ફળીયુ નીવાલ્દા ગામ તા.ડેડીયાપાડા (૩) દીલાવરભાઇ કેશરભાઇ વસાવા રહે,બાલમંદીર ફળીયુ, નાના ટોળબાગામ તા.સાગબારા જી,નર્મદા(૪) દસરીયાભાઇ વીરજી કોટવાડીયા રહે, નીશાળ ફળીયુ સોલીયા ગામા તા.ડેડીયાપાડા જી.નર્મદા (૫) મગનભાઇ ઓલીયાભાઇ વસાવા રહે,આંબા ફળીય ગનપીપર ગામ તા.ડેડીયાપાડા જી.નર્મદા (૬)અનીલભાઇ મથલાભાઇ વસાવા રહે,બરડી ફળીયુ બાંડી સેરવાણ ગામ તા.ડેડીયાપાડા જી.નર્મદા (૭) ઋષીકેશ ચુડામણ ઉર્ફે મહેંદ્રભાઇ ગુરવ રહે.બારોટ હાઈસ્કુલ ફળીયુ મેઈન બજાર ડેડીયાપાડા,તા.ડેડીયાપાડા,જી-નર્મદા નાઓ ની
અંગજડતી માંથી મળેલ કુલ રોકડ નાણાં રૂ. ૨૩,૮૯૬/- તથા મોબાઇલ ફોન નંગ-૭, કિ.રૂ.૩૧,૦૦૦/- તથા ટુ-વ્હિલર ચાવી નંગ- ૦૩ સાથે કિંમત રૂ.૧,૦૦,૦૦૦/- તથા અન્ય સામાન મળી કુલ્લે રૂ. ૧,૮૭,૨૬૬ નો મુદ્દામાલ પકડી પાડ્યા હતા જ્યારે(૧) રાકેશ અભેસીંગ વસાવા રહે ડેડીયાપાડા જી.નર્મદા (૨) જીગ્નેશ વસાવા જેના પુરા નામ ઠામની ખબર નથી તે (૩) ભાવીનભાઇ જેના નામઠામની ખબર નથી તે અને (૪) વીકાસ જેના પુરા નામઠામની ખબર નથી આ ચારેય શખ્સો નાશી જતા વોન્ટેડ જાહેર કરાઈ પોલીસે તમામ અગિયાર સામે ગુનો દાખલ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here