બાબરા તાલુકાના કોટડાપીઠા મુકામે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૦ મા જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના ૭૦માં જન્મદિવસની ઉજવણી માટેના “સેવા સપ્તાહ”અંતર્ગત, વિવિધ જનઉપયોગી પ્રકલ્પોના ભાગરૂપે બાબરા તાલુકાના કોટડાપીઠા ગામ માં પછાત વિસ્તારમાં અને દલિત વાસ વિસ્તારમાં તેમજ કારખાનામાં કામ કરતાં આદિવાસીઓના નાના ભૂલકાઓને બિસ્કીટનુ વિતરણ કરવામાં આવ્યુ જેમાં ઉપસ્થિત બાબરા તાલુકા ભાજપ પ્રમુખ નીતીનભાઇ તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ ભાયાણી, તાલુકા ભાજપ ઉપપ્રમુખ જીવનભાઈ ચોવટીયા, જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ વિપુલભાઈ કાચેલા, તાલુકા દલિત મોર્ચા ના પ્રમુખ ભીમજીભાઇ સોઢળીયા, ભાજપ અગ્રણી મધુભાઈ ગેલાણી યુવા ભાજપ અગ્રણી કિરીટભાઈ બગડા,કોટડાપીઠા ગામના ભાજપ અગ્રણી જયરાજભાઈ વાળા, રામભાઈ પરમાર,હરેશભાઈ ગળીયા, હસુભાઈ ગજેરા, પંકજભાઈ રામાણી, તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here