નર્મદા જીલ્લામાથી અભ્યાસ અર્થે વિદેશ જઇ રહેલાં વિદ્યાર્થીઓને કોવિશિલ્ડ રસીના ડોઝ આપવા માટે કરાયેલી ખાસ વ્યવસ્થા

રાજપીપળા,(નર્મદા ) આશિક પઠાણ :-

નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિની મળેલી બેઠકમાં કરાઇ ચર્ચા-વિચારણા

અભ્યાસ અર્થે વિદેશ જઇ રહેલાં વિદ્યાર્થીઓને ચેકલીસ્ટ મુજબના જરૂરી દસ્તાવેજી નકલો સાથે આરોગ્ય વિભાગને અરજી કરવા અનુરોધ

રાજ્ય માથી ઘણાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જઇ રહ્યાં છે. ભારત સરકાર તરફથી મળેલ ગાઇડલાઇન કોવિશીલ્ડ રસીના પહેલા અને બીજા ડોઝ વચ્ચે ૮૪ દિવસનો સમળગાળો રાખવાનું નક્કી થયેલ છે. પરતું જે વિદ્યાર્થીઓ અગાઉ રસીનો પ્રથમ ડોઝ લીધેલ છે. તેમજ હાલમાં ૮૪ દિવસ પૂરા નથી થયાં તેવા વિદ્યાર્થીઓને અભ્યાસમાં / વિદેશ પ્રવાસમાં કોઇ મુશ્કેલી ઉભી ન થાય તે અંગે આવા વિદ્યાર્થીઓને પ્રથમ/ બીજા ડોઝ અંગેની વ્યવસ્થા માટે નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિની બેઠક આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે મળી હતી.

આ બેઠકમાં નર્મદા જીલ્લા મા થી વિદેશ જતાં વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, ઓલમ્પિક ખેલાડીઓ વગેરેને કોવિડ-૧૯ વેક્સીન આપવાની વ્યવસ્થા કરવા માટે ચર્ચા-વિચારણા કરાઇ હતી. જેમાં નિયત ચેકલીસ્ટ મુજબના જરૂરી ડોક્યુમેન્ટની પ્રમાણિત નકલ સહિત અરજી જરૂરી ડોક્યુમેન્ટની નકલો સાથે જોડવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, રાજપીપલા જિ. નર્મદાને ઉદ્દેશીને કરવા જણાવાયું છે.

તદ્દઅનુસાર, ઉક્ત ચેકલીસ્ટમાં સમાવિષ્ટ કરેલ બાબતોમાં પાસપાર્ટની પ્રમાણિત નકલ, વિઝાની પ્રમાણિત નકલ, વિદેશ જવા માટે ઓફર લેટરની પ્રમાણિત નકલ, સ્પોર્ટના ઉમેદવાર માટે ઓલમ્પિક ઓથોરિટીના પત્રની નકલ, આધારકાર્ડની પ્રમાણિત નકલ, રહેઠાણના પુરાવાની પ્રમાણિત નકલ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ્સ, જો વેક્સી લીધેલ હોય તો પ્રથમ/બીજા ડોઝના પ્રમાણપત્રની નકલ વગેરે અરજી સાથે જોડવાની રહેશે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી સી.એન.ચૌધરી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના આચાર્ય ડૉ. મનીષભાઇ ચૌધરી, ઇન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારી મીનાક્ષીબેન ચૌહાણ ઉપરાંત અન્ય અમલીકરણ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here