નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે એમ્બ્યુલન્સને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવાયું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લા ના સાગબારા તાલુકાને એમ્બ્યુલન્સની ભેટ મળતા આરોગ્ય સેવાઓમાં ઉમેરો

નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી અને જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના પ્રમુશ શ્રીમતી રસ્મિકાબેન વસાવાએ આજરોજ એમ્બ્યુલન્સને લીલીઝંડી આપીને સાગબારા તાલુકાના નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવી છે. એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તાર ધરાવતા સાગબારા તાલુકાને વિકાસશીલ તાલુકા જોગવાઈ (TASP) હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ માં પાટલામહું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સ વાહન પૂરું પાડવા માટે રૂ. ૧૫ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે બાદ હવે સાગબારા તાલુકાના ૨૫ હજાર જેટલા લોકોને આરોગ્ય સેવાઓનો લાભ મળશે.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.ઓ.માઢક, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવા, આરસીએચઓ ડો. મુકેશ પટેલ સહિત આરોગ્યના તમામ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here